ગમા પીપળીયા ગામમાં ૭૯ માં રાષ્ટ્રીય પર્વ ની પ્રાથમીક શાળામાં ઉજવણી કરાય
બાબરાના ગમા પીપળીયા ગામ માં ૭૯ માં રાષ્ટ્રીય પર્વ ગમા પીપળીયા પ્રાથમીક શાળામાં ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રીય પર્વમાં ગામ સરપંચ ગોરધનભાઈ ધાધલ, ઉપસરપંચ વિસાભાઈ વાઢીયા, ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા, ગમા પીપળીયા કિસાન સંઘ પ્રમુખ વિનુભાઈ પાનશેરીયા સ્કૂલ આચાર્ય પ્રાગજીભાઈ,વિસાભાઈ બાખલકીયા ગ્રામ આગેવાનો, અને વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી.અને સલામી આપી રાષ્ટ્રગીત બોલી, ભારતમાતાકી જ્ય, મહાત્માં ગાંધીજીની જ્ય, અખંડ ભારતના ઘડવેયા સરદાર વલ્લભભાઈ ની જ્ય, જ્ય જવાન, જ્ય કિશાન,આઝાદી અમર રહો,વિદ્યાર્થીઓ દ્વારા નારા બોલાવ્યા અને સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ગીતાબેન નરસિંહભાઈ પાનશેરિયા હાલ સનાળા શિક્ષક તરીકે ફ૨જ બજાવે છે તેમના તરફથી બાલિકાઓ માટે આઠ જોડી ચણિયાચોળી ભેટ આપવામાં આવેલ તેમજ ગમા પીપળીયાના વતની ખુશાલ દાદાના પરિવાર દ્વારા બાળકોને પ્રથમ, દ્રિતિય અને તૃતીય તમામને
પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી ધર્મેશભાઈ આત્મારામ દેશાણી તરફથી બાળકો માટે ચાર બાક્ડા ભેટ આપેલ તે સર્વોને શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવ્યા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા