Gujarat

ગણેશ ચતુર્થીનો પાવન અને પવિત્ર તહેવાર ગૌમય (ગોબર) થી બનેલા ઈકો-ફ્રેન્ડલી ગણેશ સાથે મનાવીએ.

ગણેશ ચતુર્થીનો પાવન અને પવિત્ર તહેવાર ગૌમય (ગોબર) થી બનેલા ઈકો-ફ્રેન્ડલી ગણેશ સાથે મનાવીએ.

રાજકોટ જી.સી.સી.આઈ ના સ્થાપક, ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાએ ગાયના ગોબરમાંથી બનાવેલ ઈકો-ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાનું સમગ્ર રાષ્ટ્રમાં પ્રચાર-પ્રસારનું અભિયાન હાથ ધર્યું હતું. પ્રધાનમંત્રીશ્રી મોદીજીના આહવાનને સ્વીકારી જી.સી.સી.આઈ દ્વારા ગોમય-ગોબરથી બનાવેલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન, પૂજન માટે અભિયાન રૂપે જનતા જર્નાદન સમક્ષ અનુરોધ કરવામાં આવે છે કે પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારત અને મેઈક ઈન ઇન્ડિયા અભિયાનને ધ્યાનમાં રાખી સમગ્ર દેશની ગૌશાળા તથા યુવા-મહિલા ઉદ્યોગ, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયના ગોબરમાંથી ગણેશજીની અલગ અલગ સાઈઝ ની મૂર્તિ બનાવવા આગળ આવવા અને આ અભિયાનમાં જોડાવવા આગ્રહ કર્યો હતો. જી સી સી આઈ દ્વારા ગાય આધારિત ઉદ્યોગ-ઉત્પાદનમાં વૃદ્ધિ માટે અવિરત કામ કરી રહ્યું છે.
ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર નજીક આવી રહ્યો છે, જી.સી.સી.આઈ દ્વારા અપીલ કરવામાં આવે છે કે આ વર્ષે ભગવાન ગણેશનું સ્થપાન પર્યાવરણને અનુકુળ એટલે કે ઈકો-ફ્રેન્ડલી ગણેશ ગૌમય, એટલે કે ભારતીય દેશી ગાયના પવિત્ર ગોબરથી બનેલા ગણેશજીની મૂર્તિ ગણેશ ચતુર્થીનો પાવન પવિત્ર તહેવાર પર ખરીદવાનો આગ્રહ રાખીને ઉજવીએ.સદીઓથી ભારતીય પરંપરા અને આયુર્વેદમાં ભારતીય દેશી ગાયના ગોબરને શરીર અને પર્યાવરણ બંનેનું શુદ્ધિકરણ કરનાર માનવામાં આવ્યું છે. તેમાં કુદરતી રીતે જંતુનાશક અને ફૂગનાશક ગુણ હોય છે, જે વાતાવરણને શુદ્ધ, ઊર્જાવાન અને આરોગ્યવર્ધક બનાવે છે. હિંદુ શાસ્ત્રોમાં ગૌ માતાને જીવનદાયિ અને કલ્યાણકારી માતા તરીકે વર્ણવવામાં આવી છે, જેમના ઉત્પાદનો માનવજાત માટે આશીર્વાદરૂપ છે. ગૌમયથી બનેલી ગણેશજીની મૂર્તિ માત્ર ભગવાનનું સ્વરૂપ નથી, પરંતુ પવિત્રતા, સમૃદ્ધિ અને પર્યાવરણ સુરક્ષાનું જીવંત પ્રતિક છે. વિસર્જન સમયે આ મૂર્તિઓ પાણીમાં સંપૂર્ણપણે વિઘટિત થઈ જાય છે અને કોઈ ઝેરી અવશેષ છોડતી નથી. પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) અને કેમિકલ રંગોથી બનેલી મૂર્તિઓની સરખામણીએ, ગૌમય ગણેશ ન તો જળચર જીવને નુકસાન કરે છે અને ન તો નદી-તળાવોને પ્રદૂષિત કરે છે. વિપરીત રીતે, આ કુદરતી ખાતર તરીકે છોડને પોષણ આપે છે અને જમીનને સજીવ બનાવે છે. આ રીતે ભગવાન ગણેશને વિદાય આપવાનો ક્ષણ, પૃથ્વીને પરત આપવાનો પવિત્ર સંકલ્પ બની જાય છે આ મૂર્તિઓના નિર્માણથી સામાજિક-આર્થિક લાભ પણ મળે છે. ગૌમય ગણેશ અપનાવવાથી ભક્તો સીધા ગૌશાળાઓને આર્થિક રીતે મદદ કરે છે, ગૌ આધારિત ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપે છે અને ગૌરક્ષા, ગૌ સંવર્ધન જેવા પ્રકલ્પોને મજબૂત બનાવે છે. ગ્રામ્ય કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને ખેડુતોને રોજગારી મળે છે, જે ગ્રામ્ય અર્થતંત્રને મજબુતી આપે છે અને વિદેશી તથા કૃત્રિમ સામગ્રી પરની નિર્ભરતા ઘટાડે છે આધ્યાત્મિક રીતે, તહેવાર દરમ્યાન ઘરમાં ગૌમય ગણેશજીની ઉપસ્થિતિથી ભગવાન ગણેશ અને ગૌ માતા બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગોબર સાથે મળેલા કુદરતી ઔષધીય છોડોની સુગંધ સાત્ત્વિક વાતાવરણ સર્જે છે, જે ધ્યાન, સકારાત્મકતા અને ઘરમાં સુમેળ વધારે છે આ ગણેશ ચતુર્થી, ગૌમય ગણેશને ઘરે લાવીને, આપણે માત્ર વિઘ્નહર્તાની પૂજા કરતા નથી, પરંતુ જીવનના તત્ત્વો – પાણી, જમીન અને તમામ જીવંત સૃષ્ટિનું પણ સન્માન કરીએ છીએ. એક જ કાર્યથી આપણે ધરતીની રક્ષા કરીએ છીએ, પરંપરાઓને જાળવી રાખીએ છીએ અને મનુષ્ય તેમજ ગૌ વચ્ચેના પવિત્ર બંધનને મજબૂત બનાવીએ છીએ જી.સી.સી.આઈ દ્વારા વ્યક્તિ, પરિવાર, સોસાયટી, શૈક્ષણિક સંસ્થા અને ગણેશ મંડળોને આ ઈકો-ફ્રેન્ડલી ઉજવણીમાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. “ગણપતિ બાપ્પા મોરયા”ના જયઘોષ સાથે એક સંકલ્પ પણ ગુંજે – નદીઓની રક્ષા, ગૌ માતાનું સન્માન અને કુદરત સાથે સુમેળભર્યું જીવન જીવવા માટે નો સંકલ્પ લઈએ.વધુ માહિતી માટે જી.સી.સી.આઈ ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250812-WA0099.jpg