Gujarat

રાજકોટ ગણેશ મહોત્સવ-૨૦૨૫ નિમિત્તે નિયત કરાયેલી જગ્યાઓ પર જ ગણેશ વિસર્જન કરવાનું રહેશે.

રાજકોટ ગણેશ મહોત્સવ-૨૦૨૫ નિમિત્તે નિયત કરાયેલી જગ્યાઓ પર જ ગણેશ વિસર્જન કરવાનું રહેશે.

રાજકોટ શહેર તા.૨૭/૮/૨૦૨૫ ના રોજ ગણેશ મહોત્સવ-૨૦૨૫ નિમિત્તે રાજકોટ શહેરમાં જુદા-જુદા મહારાષ્ટ્રીયન મંડળો તથા ધાર્મિક સંગઠનો તરફથી વિવિધ લતાઓમાં તેમજ મહોલ્લાઓમાં અને લોકો પોતાના ઘરમાં, દુકાનોમાં અને સંસ્થાઓમાં પણ ભગવાનશ્રી ગણેશજીની મુર્તીઓની સ્થાપના તા.૨૭/૮/૨૦૨૫ થી કરશે. આ સ્થાપના કરેલ ગણપતિજીની મુર્તીઓને અમુક ભાવિકો ત્રીજા દિવસે, પાંચમા દીવસે, સાતમા દિવસે, નવમાં દિવસે, તેમજ ખાસ કરીને અગીયારમાં દિવસે એટલે કે, તા.૬/૯/૨૦૨૫ ના રોજ પુજન, અર્ચન બાદ પાણીમાં પધરાવી વિસર્જન કરે છે અને ગણેશજીની મુર્તિ વિસર્જન કરવા જતી વખતે રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ધાર્મીક સરઘસો કાઢવામાં આવે છે. જેને અનુલક્ષીને રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં ગણેશ મહોત્સવ નિમિત્તે મૂર્તિ વિસર્જન દરમ્યાન વાહન ચાલકો, રાહદારીઓ તેમજ મહોલ્લામાં રહેતા રહીશોને કોઈપણ રીતે ત્રાસ કે તકલીફ ન થાય, પર્યાવરણની જાળવણી થાય, જળ સ્ત્રોતોમાં પ્રદુષણ અટકે, જળ સૃષ્ટિ પર કોઇ વિપરીત અસર ન થાય, જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ગણેશ મુર્તિ વિસર્જન માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા ચીફ ફાયર ઓફીસર, રાજકોટ મહાનગરપાલિકા દ્વાર નીચે જણાવેલ સ્થળો ગણપતિજીની મુર્તી વિસર્જીત કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવેલ છે. આ સ્થળોએ જ ગણેશજીની મુર્તિ વિસર્જન કરવાની રહેશે. આજીડેમ ઓવર ફલો નીચે ચેક ડેમ પાસે ખાણ નં.૧, આજીડેમ ઓવર ફલો નીચે ચેક ડેમ પાસે ખાણ નં.૨, આજીડેમ ઓવર ફલો ચેક ડેમ, પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ, ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ, ખાણમાં જામનગર રોડ, બાલાજી વેફર્સની સામે, વાગુદડ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ રાજકોટ. આ આદેશો મુજબ આગામી તા.૨૭/૦૮/૨૦૨૫ થી તા.૭/૯/૨૦૨૫ દરમ્યાન સક્ષમ સત્તાધિકારીની પુર્વ મંજુરી વગર ગણેશ વિસર્જનના ધાર્મિક સરઘસ કાઢવા ઉપર તથા કોઈપણ આયોજક/વ્યકિતઓએ RMC દ્વારા નક્કી કરેલ સ્થળો સિવાય પીવાના પાણી અન્ય વપરાશ માટે ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત જેવા કે, ડેમ, તળાવ, નદી, કુવામાં કે અન્ય કોઇ સ્થળોએ ગણેશજીની મુર્તિ કે અન્ય કોઇ મૂર્તિ વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે, મુર્તિને સુશોભિત કરેલ હાર, ફુલ, વસ્ત્રો તેમજ અન્ય તમામ વસ્તુઓને કાઢી લીધા બાદ જ મુર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે, મુર્તિ વિસર્જનવાળી જગ્યા તળાવો, ખાણ તથા નદીમાં સિન્થેટીક લાઇનર (પાથરવાનું કપડું) ગોઠવવાનું રહેશે, મુર્તિ વિસર્જનવાળી જગ્યા તળાવ, ખાણ તથા નદીમાં સિન્થેટીક લાઇનર રાખવામાં આવેલ હોય તેને મુર્તિ વિસર્જન બાદ ૪૮ કલાક પહેલા વિસર્જીત થયેલ મુર્તિ સાથે બહાર કાઢી લેવાનું રહેશે અને તળાવો, ખાણ તથા નદીમાં લાઇમ (ફટકડી) નાખી ચોખ્ખાઇ જળવાઇ તે અંગે કાર્યવાહી હાથ ધરવાની રહેશે. ગણેશજીની મુર્તિની વિસર્જન યાત્રા દરમ્યાન જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર તેમજ વાહનોમાં આવતા-જતા માણસો ઉપર કે મકાનો/મિલ્કત ઉપર કે ત્યાં હાજર રહેલા માણસો ઉપર કોઇ પણ પ્રકારના રંગો કે પાઉડરને છૂટા પાણી કે અન્ય તૈલી પદાર્થોમાં મિશ્રિત કરી ઉડાડવા/છાંટવા કે ફેંકવા ઉપર પ્રતિબંધ રહેશે. ધ્વનિ પ્રદુષણ અંગેના માન્ય ધોરણો મુજબ જ ગણેશ સ્થાપના સ્થળે તેમજ વિસર્જન દરમ્યાન લાઉડ સ્પીકર, ડ્રમ, સીસ્ટમનો ઉપયોગ કરવાનો રહેશે, ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ સ્થાપના સ્થળો ખાતે મંડપો એક દિવસ કરતા વધુ દિવસ સુધી રાખવા ઉપર, મુર્તિઓને વિસર્જન કર્યા બાદ પાણીમાંથી બહાર કાઢી પરત લઇ જવા ઉપર, ગણેશ મહોત્સવ દરમ્યાન/ગણેશ વિસર્જન દરમ્યાન બિભત્સ ફિલ્મી ગીતો કે ધાર્મિક લાગણી દુભાય તેવા ગીત કે સંગીત કે ભાષણો કે પ્રવચનો વગાડવા ઉપર તથા ધાર્મિક લાગણી દુભાય તેવા સુત્રોચ્ચાર કરવા ઉપર, કોઇ પણ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા ડેકોરેશન કરવા બાબતે તથા જાહેર માર્ગ ઉપર સામાન્ય ટ્રાફિકને અડચણ કરવા જેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી સરઘસ યોજવા અંગેની જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતઓ, સંસ્થાઓને, સરકારી ફરજ પર હોય અથવા કામગીરીમાં હોય તેવી વ્યકિતઓ, હોમગાર્ડ કે ગ્રામ રક્ષક દળના સભ્યો, અન્ય સરકારી અથવા અર્ધસરકારી એજન્સીઓ જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને, સ્મશાન યાત્રા તથા લગ્નનાં વરઘોડાને આ હુકમો લાગુ પડશે નહી. રાજકોટ શહેર પોલીસ કમિશનર ની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા.૨૭/૮/૨૦૨૫ ના કલાક થી તા.૭/૯/૨૦૨૫ ના કલાક ૨૪ સુધી આ આદેશો અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250827-WA0058.jpg