Gujarat

જામનગરમાં ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ પંડાલ

જામનગર શહેરમાં સોમનાથ મહાદેવ મંદિર ઈવા અને રઘુવીર પાર્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ખાસ ઓપરેશન સિંદૂરની થીમ પર પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે.

પંડાલની બહાર રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યા છે. અંદરના ભાગમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતા હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા છે. આ થીમનો મુખ્ય ઉદ્દેશ ભારતીય મહિલાઓની શક્તિને પ્રદર્શિત કરવાનો છે. ઓપરેશન સિંદૂરમાં બે મહિલાઓએ પાકિસ્તાન સામે બતાવેલી ક્ષમતાને આ રીતે યાદ કરવામાં આવી રહી છે.

પંડાલમાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના રહેવાસીઓ દર્શન માટે આવી રહ્યા છે. મહા આરતી અને મહારાસનું પણ આયોજન કરવામાં આવે છે. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા અને અન્ય નગરસેવિકાઓએ પણ દર્શન કર્યા. ગણેશ ઉત્સવમાં પ્રમુખ હસમુખ પેઢારીયા, આગેવાન વલ્લભભાઈ મુંગરા સહિત સોસાયટીના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા છે. આ રીતે ધાર્મિક વાતાવરણની સાથે દેશભક્તિનું વાતાવરણ પણ જળવાઈ રહ્યું છે.