ગૌ રાષ્ટ્ર યાત્રા’ ટીમે કર્ણાટકના રાજ્યપાલ સાથે કરી મુલાકાત
‘બ્રાઉન રેવોલ્યુશન’(ગોબરની ક્રાંતિ) અને ગૌ આધારિત અર્થતંત્ર પર ચર્ચા
કર્ણાટક ગૌમાતાના સંરક્ષણ અને ગૌ આધારિત અર્થતંત્રના પુનઃ સ્થાપનના મહાસંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્તરે શરૂ થયેલી ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ ટીમે આજે કર્ણાટકના રાજભવનમાં પહોંચી ઐતિહાસિક પડાવ નોંધાવ્યો. જીવ-જંતુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા (AWARI) ના અધ્યક્ષ ભારતસિંહ રાજપુરોહિતના નેતૃત્વમાં આખી ટીમે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતજીને ભેટી તેમના આશીર્વાદ મેળવ્યા. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે ગૌ સંવર્ધન અને ગૌ સંસ્કૃતિ અંગે જાગૃતિ ફેલાવવા જેવા મહત્વના વિષયો પર ઊંડી ચર્ચા થઈ.
‘બ્રાઉન રેવોલ્યુશન’થી ગૌ-સંરક્ષણનું નવું મોડલ રાજ્યપાલ સાથેની મુલાકાત દરમિયાન ભારતસિંહ રાજપુરોહિતે પોતાની ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ના અનુભવ અને હેતુઓને વિગતે રજૂ કર્યા. ભારતસિંહ રાજપુરોહિત એ જણાવ્યું કે હવે દેશમાં હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ પછી એક નવી ક્રાંતિ – ‘બ્રાઉન રેવોલ્યુશન’ (ગોબરની ક્રાંતિ) ની શરૂઆત થઈ રહી છે. તેમણે સમજાવ્યું કે જે ગાય દૂધ ન આપવાના કારણે બેસહારા છોડી દેવામાં આવે છે, તે જ ગાય પોતાના ગોબર અને ગૌમૂત્ર દ્વારા ખેડૂતો અને ગોપાલકો માટે આવકનું મોટું સાધન બની શકે છે. તેમણે ગોબરથી બનેલા પેઇન્ટ અને તેના વિદેશી નિકાસ જેવા સફળ પ્રયોગોનો ઉલ્લેખ કર્યો, જે ગૌમાતાને આસ્થા સાથે અર્થતંત્ર સાથે પણ જોડે છે.
ભારતસિંહ રાજપુરોહિત એ વધુમાં જણાવ્યું કે આ યાત્રા અત્યાર સુધી 13 રાજ્યોમાંથી પસાર થઈને આશરે 20,000 કિ.મી.નું અંતર કાપી ચૂકી છે અને તેનું સમાપન હવે રામેશ્વરમમાં થશે.રાજ્યપાલે રાષ્ટ્રહિતની પહેલને સમર્થન આપ્યો રાજ્યપાલ થાવરચંદ ગેહલોતજીએ ભારતસિંહ રાજપુરોહિત અને તેમની ટીમના આ અસાધારણ પ્રયાસોની ભરપૂર પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ગૌ સંવર્ધન, ગૌ આધારિત અર્થતંત્ર અને ગૌ સંરક્ષણ માટે આવી પહેલો આજની સૌથી મોટી જરૂરિયાત છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું “અમને ગર્વ છે કે “ગૌ રાષ્ટ્ર યાત્રા” જેવા રાષ્ટ્રહિતના કાર્યને રાજભવનનું સમર્થન પ્રાપ્ત થયું છે. આ યાત્રા દેશભરમાં ગૌ સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો એક સાર્થક પ્રયાસ છે.” તેમણે આખી યાત્રા ટીમને પોતાની શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા, જેના કારણે ટીમનું મનોબળ વધુ ઉંચું થયું.
રાજ્યપાલશ્રીનું આ સમર્થન ગૌ રાષ્ટ્ર યાત્રા જેવા અભિયાનને નવી દિશા આપે છે અને એ પણ સાબિત કરે છે કે ગૌ સેવા અને ગૌ સંસ્કૃતિનું સંરક્ષણ હવે રાષ્ટ્રીય પ્રાથમિકતા બની ગયું છે.
જીવ-જંતુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા (AWARI) એક અગ્રણી સંસ્થા છે, જે જીવ-જંતુ કલ્યાણ અને કૃષિ સંશોધન ક્ષેત્રે કાર્ય કરે છે. તે દેશી જાતિઓના સંરક્ષણ, જૈવિક ખેતીના પ્રચાર અને ગ્રામ્ય ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવામાં પ્રતિબદ્ધ છે. ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ આ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.ભારત સિંહ રાજપુરોહિતજી એ આ યાત્રામાં જોડાવા માટે અપીલ કરી છે, રિપોર્ટ નટવરલાલ ભાતિયા