આરાધના ટોકીઝથી બહુચરાજી ત્રણ રસ્તા સુધી દબાણ શાખાની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. દબાણ શાખા પહોંચે તે પહેલાં જ ગેરેજ સંચાલકોએ રોડ પર દબાણ રૂપ વાહનો હટાવીને સંતાડી દીધાં હતાં.
દબાણ શાખાની ટીમે માત્ર એક ટ્રક ભરીને નાનો-મોટો સામાન જપ્ત કર્યો હતો.આરાધના ટોકીઝથી બહુચરાજી ત્રણ રસ્તા તરફના રોડ પર વર્ષોથી ગેરેજના સંચાલકો દ્વારા રોડ પર વાહનો મૂકી દબાણ કરવામાં આવે છે. સોમવારે સવારે દબાણ શાખાની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી.
કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફને સાથે રાખી દબાણ સહકારી કાર્યવાહી શરૂ કરી હતી. જોકે દબાણ શાખાની કાર્યવાહી પૂર્વે ટ્રાફિકને અડચણરૂપ વર્ષોથી પાર્ક કરેલાં વાહનો તાત્કાલિક ધોરણે હટી ગયાં હતાં.
દબાણ શાખાના હાથે વાહનો ન લાગે તે માટે ગેરેજ સંચાલકોએ વાહનોને ધક્કા મારીને સંતાડી દીધાં હતાં. દબાણ શાખાએ કાર્યવાહી શરૂ કરતાં જ ગેરેજ સંચાલકોએ દબાણ શાખા સાથે પોલીસની હાજરીમાં જ બોલાચાલી કરી હતી.
જોકે પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. શાખાએ બીજી તરફ દબાણ શાખા દ્વારા આખા રોડ પરથી માત્ર એક ટ્રક ભરીને નાનો-મોટો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, અગાઉ મેયર અને મ્યુનિ. કમિશનરે કાઉન્સિલરો સાથે પગપાળા રોડની મુલાકાત લઇ દબાણો હટાવડાવ્યાં હતાં, પરંતુ ફરીથી આજ સ્થિતિ ઊભી થઈ છે.