Gujarat

પ્રોપર્ટી કાર્ડ મુદ્દે રૂપિયા 1.50 લાખની લાંચ માંગતા ગીર સોમનાથનો સર્વેયર ઝડપાયો

પ્રોપર્ટી કાર્ડ મુદ્દે 1.50 લાખની લાંચ માંગતા ગીર સોમનાથના સર્વેયરને લાંચ-રુશ્વત બ્યુરોએ ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી. ગીર સોમનાથ જિલ્લાનીએસ.એલ.આર કચેરીમાં એક નાગરિકે પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપી હતી.

અરજી મંજૂર કરવાની કાર્યવાહી માટે એસ.એલ.આર. કચેરીનાં 37 વર્ષીય સિનીયર સર્વેયર (શિરસ્તેદાર) રાવત રામભાઇ સિસોદિયાએ અરજદાર પાસેથી રૂ. 1.50 લાખની લાંચની માંગણી કરી હતી અને રકઝકના અંતે રૂ. 1.30 લાખમાંકામ કરી આપવાનું નક્કી થયું હતું જે પૈકી રૂ. 1 લાખ અરજદાર પાસેથી શનિવારે મંગાવ્યા હતા અને બાકીના રૂ. 30,000 પછીથી આપવાનું કહ્યું હતું.

પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માગતાં ન હોય તેમણે ગીર સોમનાથ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં શનિવારે ફરીયાદ આધારે કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ એસએલઆર કચેરી, ઈણાજ ખાતે જૂનાગઢ એસીબી એકમ ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી. એમ. પટેલના માર્ગદર્શનમાં ગીર સોમનાથ એસીબી પીઆઈ ડી. આર. ગઢવીએ છટકું ગોઠવી સિનિયર સર્વેયર રાવત સિસોદિયાને રૂપિયા 1 લાખની અરજદાર પાસેથી લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.