દામનગર કે કે નારોલા પ્રાથમિક શાળા ખાતે ખેતીવાડી નાયબ નિયામક પીપળીયા ની અધ્યક્ષતા માં કન્યા કેળવણી એવમ શાળા પ્રવેશોત્સવ
દામનગર કે કે નારોલા પ્રાથમિક શાળા ખાતે ખેતીવાડી નાયબ નિયામક પીપળીયા ની અધ્યક્ષતા માં કન્યા કેળવણી એવમ શાળા પ્રવેશોત્સવ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો આચાર્ય યોગીતાબેન ના મારદર્શન હેઠળ સમગ્ર કે કે નારોલા પ્રાથમિક શાળા નંબર ત્રણ ખાતે અદભુત આયોજન કરાયું હતું પધારેલ મહાનુભવો નું પુસ્તક ભેટ આપી સન્માનિત કરાયા હતા રંગારંગ શાળા પ્રવેશોત્સવ માં નામાંકન બાળકો માં અનેરો ઉત્સાહ બાળકો ને ભેટ સોગાદ થી નવાજતા અનેક મહાનુભવો ની પ્રેરક ઉપસ્થિતિ માં શાળા પ્રવેશોત્સવ માં નાયબ ખેતીવાડી નિયામક પીપળીયા લાઠી મહિલા અને બાળ વિકાસ વિભાગ ના આઈ સી ડી એસ સુપર વાઇઝર ફાલ્ગુનીબેન ચત્રાલ આશાવર્કર બહેનો આંગણવાડી વર્કર હેલ્પર બહેનો નગરપાલિકા ના સદસ્ય વેપારી અગ્રણી સહિત કેળવણી નિરીક્ષક શાળા પરિવાર સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણીઓની વચ્ચે નાના બાળકો દ્વારા સ્વાગતગીત સાથે પધારેલ મહાનુભવો ના વરદહસ્તે દીપ પ્રાગટય કરી શાળા પ્રવેશોત્સવ સમારોહ નો પ્રારંભ કરાયો હતો
નાના બાળકો અભિભૂત કરતી પ્રસ્તુતિ સ્વચ્છતા પર્યાવરણ પ્રકૃતિ બેટી બચાવો ફરજિયાત શિક્ષણ જેવા વિષય ઉપર મનનીય વ્યક્તવ આપી સર્વ ને અચંબિત કર્યા હતા કે કે નારોલા પ્રાથમિક શાળા પરિવાર ની અદભુત વ્યવસ્થા વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલી ઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે રંગારંગ શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા



