Gujarat

જામનગરના શ્રીજી ગ્રુપની વૈશ્વિક ઉડાન

શ્રીજી શિપીંગ ગ્લોબલ લિ.નો આઈ.પી.ઓ. ૫૮ ગણો છલકાયા પછી આજે બી.એસ.ઈ.માં લીસ્ટીંગ સેરેમની જામનગરમાં યોજાઈ

શ્રીજી શિપીંગ ગ્લોબલ લિ. એ સ્ટીવીડોર ક્ષેત્રની આઈ.પી.ઓ. લાવનારી વિશ્વની પ્રથમ કંપની બનવાનું ગૌરવ સ્થાપિત કર્યું : ચેરમેન અશોકભાઈ લાલ

જામનગરના શ્રીજી ગ્રુપે આજે સમગ્ર દેશમાં જ નહી પરંતુ વૈશ્વિક ક્ષેત્રે શેરબજારમાં નવું સીમાચિહન પ્રસ્થાપિત કર્યું છે.

જામનગરની શ્રીજી શિપીંગ ગ્લોબલ લિ. નો આઈ.પી.ઓ.૫૮ ગણો છલકાયો છે. ૪૦ જેટલા દેશના ૧૯ લાખ જેટલા રોકાણકારોએ રૂા.૪૧૦ કરોડના મુલ્યના આઈ.પી.ઓ.માટે રૂા.૧૬,૭૦૦ રકોડથી વધુ નાણાં આપીને આ ભરણાંને વિક્રમી રીતે છલકાવી દીધું છે. ગત તા.૧૯ થી તા.૨૧ ના ત્રણ દિવસની સમય અવધિ દરમ્યાન રોકાણકારોએ અશોકભાઈ લાલ તેમજ જીતેન્દ્રભાઈ લાલની આગેવાનીમાં શ્રીજી શિપીંગ ગ્લોબલ લિ. માં અપ્રતિમ વિશ્વાસ દર્શાવ્યો છે.

આજે બી.એસ.ઈ.માં શ્રીજી શિપીંગ ગ્લોબલ લિ. ના લિસ્ટીંગનો સમારોહ જામનગરની સયાજી હોટલમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ સાથે યોજાયો હતો. આ પ્રસંગે શ્રીજી શિપીંગ ગ્લોબલ લી.ના ચેરમેન અને એમ.ડી. અશોકભાઈ હરિદાસ લાલ અને જોઈન્ટ એમ.ડી.જીતેન્દ્રભાઈ હરિદાસ લાલ, વિનોદભાઈ પાબારી તેમજ લાલ પરિવારની નવી યુવા પેઢીના મિતેષભાઈ અશોકભાઈ લાલ, ક્રિષ્નરાજ જીતેન્દ્રભાઈ લાલ અને વિરાજ અશોકભાઈ લાલ સાથે બોમ્બે સ્ટોફ એક્સચેન્જના મેનેજર તેજસ પટેલ ઉપરાંત બુકીંગ લીડ મેનેજર બીલાઈન કેપિટલ એડવાઈઝર લિ.ના નિખીલભાઈ શાહ, નેવિલ સવજાણી, સર્વેશ ગોહિલ મરચન્ટ બેન્કર ઈલોરા કેપિટલના રમનિશ કોચગ્વે અને આસ્થા ડાગા ઉપરાંત શહેરના પ્રતિષ્ઠિત ચાર્ટડ એકાઉન્ટન્ટ, ડોકટર્સ, વકિલ, ઉધોગકારો, વેપારી અગ્રણીઓ સાથે રોકાણકારો આ ઐતિહાસીક ક્ષણના સાક્ષી બન્યા હતાં.

આ પ્રસંગે શ્રીજી શિપીંગ ગ્લોબલ લિ.ના ચેરમેન અને એમ.ડી.અશોકભાઈ લાલે કહ્યું હતું કે ૩૦ વર્ષ પહેલા શુન્ય મુડી સાથે શરૂ થયેલા અમારા પરિવારના આ બીઝનેસે ૩૦ વર્ષમાં જ ચાર હજાર કરોડની બજાર મૂલ્ય ધરાવતી કંપનીનું સજન કર્યું છે. માર્ગ અને રેલ પરિવહન કરતાં દરિયાઈ પરિવહન સસ્તું અને એક સાથે વધુ જથ્થો લાવનારું તેમજ પર્યાવરણ માટે નુકશાન વગરનું હોવાથી દરિયાઈ પરિવહન ઉધોગમાં વિકાસની વિપુલ તક રહેલી છે.

તેઓએ કહ્યું હતું કે સ્ટીવિડોર કંપનીનો વિશ્વનો પહેલો આઈ.પી.ઓ.લાવનારી કંપની તરીકેનું ગૌરવ જામનગર સ્થિત શ્રીજી શિપીંગ ગ્લોબલ કંપનીએ હાંસલ કર્યું છે. અમારી આ કંપની ભવિષ્યમાં પણ વિકાસ પથ પર રોકાણકારોના હિતને કેન્દ્રમાં રાખી નવા સીમાચિહન સ્થાપિત કરશે તેવો વિશ્વાસ છે. કારણ કે અમારા પછી અમારા પરિવારની બીજી પેઢી મિતેષ અશોકભાઈ લાલ, ક્રિષ્નરાજ જીતેન્દ્રભાઈ લાલ અને વિરાજ અશોકભાઈ લાલ સાથેની સુશીક્ષીત સાહસીક અને આધુનિક વિચારો ધરાવતી યુવા ટીમ પણ સક્રિય રીતે આગળ આવી રહી છે.

દેશના વડાપ્રધાન મા.શ્રી નરેન્દ્રભાઈ મોદીના ” ભારત માલા ” અને ” સાગર માલા ” વિઝનને કેન્દ્રમાં રાખીને એ દિશામાં આગળ વધવાની નેમ દર્શાવી કંપનીની બીજી પેઢીના હાથમાં પણ સંચાલન અને કાર્યરિતી સુરક્ષિત રહેશે તેવો વિશ્વાસ શ્રી અશોકભાઈ લાલે આપ્યો હતો.

બી.એસ.ઈ.માં શ્રીજી શિપીંગ ગ્લોબલ લિ.ના લિસ્ટીંગ સમારોહમાં શ્રી ક્રિષ્નરાજ લાલે કંપનીની શરૂઆતથી આજ સુધીની વિકાસ ગાથા વર્ણવતાં શ્રી અશોકભાઈ લાલ અને શ્રી જીતેન્દ્રભાઈ લાલના વડપણ હેઠળ ભવિષ્યમાં કંપનીના વિકાસ માટેના તકોની વિગતો આપી હતી. અંતમાં કંપનીના જોઈન્ટ એમ.ડી.જીતેન્દ્રભાઈ લાલે રોકાણકારો પ્રત્યે વિશેષ આભારની લાગણી દર્શાવવાં સાથે શ્રીજી શિપીંગ ગ્લોબલ લિ.ના આઈ.પી.ઓ.ને વિક્રમી સફળતા અપાવવા માટે કંપની સાથે જોડાયેલા સૌ કોઈનો આભાર માન્યો હતો.

તેઓએ કંપનીના મેનેજમેન્ટ માટે ભવિષ્યમાં કેદાર (હરિ) લાલ, રૈયાંશ લાલ, ક્રિધા લાલ પણ ત્રીજી પેઢી સ્વરૂપે સામેલ થવા માટે તૈયારી આરંભશે.

આ કંપનીની સફળતા માટે કંપનીના ફિલ્ડ સ્ટાફ અને ઓફિસ સ્ટાફ તેમજ મિત્રવર્તુળ પારિવારીક રીતે સહભાગી બન્યા છે.