દ્વારકાધીશ જગતમંદિરમાં વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના પાવન પર્વ નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે.
આગામી બે મહિના સુધી શ્રીજીને ગરમીની ઋતુને અનુરૂપ ચંદનના લેપ સાથે દરરોજ વિશિષ્ટ પુષ્પ શૃંગાર કરવામાં આવશે.
આ સમયગાળા દરમિયાન ઠાકોરજીને શીતળતા આપતા વિશેષ વસ્ત્રો પહેરાવવામાં આવશે.

આજે બપોરે 12 વાગ્યે શ્રીજીની વિશેષ શૃંગાર આરતી યોજવામાં આવી હતી. ગ્રીષ્મ ઋતુમાં શીતળતા પ્રદાન કરવા માટે શ્રીજીને વિશેષ ઠંડા ભોગ ધરાવવામાં આવશે.
આમાં મુરબ્બાનું અથાણું, કેરી તથા અન્ય સામગ્રીથી બનાવેલ ગરમાળું, શીખંડ, ખારી મગની દાળ અને ચણાની મીઠી દાળનો સમાવેશ થાય છે.


