Gujarat

રાજકોટ બંધ ફ્લેટમા થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી સોનાના દાગીના તથા રોકડ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ બંધ ફ્લેટમા થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી સોનાના દાગીના તથા રોકડ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૧૬/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહીતા અધિનિયમ એક્ટ-૨૦૨૩ ની કલમ-૩૦૫(૧), ૩૩૧(૩) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે અન-ડીટેકટ ગુન્હો શોધી કાઢવા સુચના કરેલ હોય, ઉપરોકત સુચનાના આધારે એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓએ આ કામે DCB પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવી તમામ દિશામાં તપાસ કરી ગુન્હો ડીટેકટ કરવા જરૂરી સુચના તેમજ સીધા માર્ગદર્શન હેઠળ એસ.વી.ચુડાસમા તથા એ.એન.પરમાર તથા એમ.કે.મોવલીયા તથા વી.ડી.ડોડીયા ની ટીમોના પોલીસ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુ-બાજુના ટેકનીકલ સોર્સ આધારે તેમજ એસ.વી.ચુડાસમા નાઓ ટીમ સાથે ભીવંડી મહારાષ્ટ્ર ખાતે એક શકમંદ ઇસમની તપાસમા હતા દરમ્યાન એસ.વી.ચુડાસમા તથા વિજયભાઇ.એસ.સોઢા તથા પોપટભાઇ હકાભાઇ તથા અરવિંદકુમાર ફતેપરા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ હ્યુમન સોર્સીસથી તેમજ ટેકનીકલ મદદથી રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહીતા અધિનિયમ એક્ટ-૨૦૨૩ ની કલમ-૩૦૫(૧), ૩૩૧(૩) મુજબના ઘરફોડ ચોરી કરનાર ઇસમને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. સફીભાઇ અબ્દુલભાઇ શેખ ઉ.૪૮ રહે.હાલ.ધૂંઘટનગર કાપ તલાવ વિસ્તાર કોટર ગેટ મસ્જીદ ભીવંડી મુંબઇ.મહારાષ્ટ્ર મુળ વતન-પુણે કોંડવા ઓલીયા મસ્જીદ પાસે પુણે મહારાષ્ટ્ર. સોના-ચાંદિના દાગીના કુલ કિં.૧,૬૮,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250616-WA0060.jpg