સુરત શહેરમાં ઠેર ઠેર દેહ વ્યાપારની હાટડીઓ ચાલી રહી છે. અત્યાર સુધી સ્પા અને મસાજ પાર્લરના નામે ચાલતા કુટણખાના ઝડપાઈ રહ્યા હતા, ત્યારે હવે સરથાણાન યોગીચોક વિસ્તારમાં હેર એન્ડ કેરની દુકાનની અંદર ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

હેર એન્ડ કેર દુકાનની આડમાં દેહ વ્યાપારનો ધંધો મળતી માહિતી પ્રમાણે, સુરતના સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે પેલેડિયમ મોલમાં આલીશાન હેર એન્ડ કેર દુકાનની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના ભાગરૂપે પોલીસ દ્વારા આ જગ્યા પર દરોડો પાડવામાં આવતા દુકાનની અંદરથી 3 યુવતી દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું.

બે સંચાલક અને બે ગ્રાહક સહિત ચારને ઝડપી પાડ્યા પોલીસે તાત્કાલિક અસરથી આ 3 યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી. પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો ત્યારે આલીશાન હેર એન્ડ કેરના સંચાલક અનિતા અને એક પુરુષ તેમજ બે ગ્રાહકો પોલીસના હાથે ઝડપાયા હતા.

ભાડાની દુકાનમાં ત્રણ કેબિન બનાવી હતી પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ગ્રાહક પાસેથી શરીર સુખ માણવાના 2000થી 3000 રૂપિયા લેવામાં આવતા હતા અને સંચાલક દ્વારા આ યુવતીઓને 500થી 1000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે, અનિતા અને તેના પાર્ટનરે સાથે મળીને આલીશાન હેર એન્ડ કેરની જગ્યા ભાડે રાખીને તેની અંદર ત્રણ જેટલી કેબિન બનાવીમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતા હતા.

