વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા મંગલ પાડે રોડ પર રાત્રિના સમયે અવર-જવર ઓછી હોવાના કારણે અસામાજિક તત્વોનો ત્રાસ ત્યાં વધી ગયો છે.
રાત્રી બજારમાં દુકાન ધરાવતા વેપારીના પત્ની ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન બાઈક પર આવેલા બે ગઠિયાઓએ તેમની પાસેથી રોકડા 16000 અને મોબાઈલ ભરેલા લેડીઝ પર્સ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા.
વડોદરા શહેરના રાત્રી બજારમાં પંજાબી ખાનાની દુકાન ધરાવતા ટીકરામ સોનીના પત્ની રાત્રિના સમયે દુકાન પરથી પોતાના ઘરે પર જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા બે ગઠિયાઓએ મહિલા પાસેથી તેમના લેડીઝ પર્સની ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા.
પાકીટમાં રોકડા 1000 રૂપિયા મોબાઈલ અને ઘરની ચાવીઓ મૂકેલી હતી. મહિલા ગભરાઈ ગયા હોય તેઓએ તેમના પતિને આવીને જાણ કરી હતી. જેથી તેઓએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

