દામનગર PGVCL ના આસિસ્ટન્ટ પદે થી સેવા નિવૃત થતા જી.પી. કાકડીયા નો ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો
દામનગર શહેર માં PGVCL સબ ડિવિઝન માં આસીસ્ટન્ટ પદે ફરજ બજાવતા જી. પી કાકડીયા વય મર્યાદા થી સેવા નિવૃત થતા શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ભવ્ય વિદાય સન્માન સાથે વિદાયમાન અપાયું અમરેલી ડિવિઝન હેઠળ ના સબ ડિવિઝન સહિત પી.જી.વી.સી.એલ ના કર્મચારી સ્ટાફ સંતો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી પરિચિતો ની વિશાળ ઉપસ્થિતિ માં જી.પી કાકડીયા નું ભવ્ય વિદાયમાન માં શાલ શિલ્ડ સ્મૃતિ ચિન્હ ભેટ સોગાદ થી વિદાયમાન સમારોહ માં જી.પી કાકડીયા ની ફરજ પરસ્તી સમય બદ્ધતા અને સારા સ્વભાવ થી નોકરી ના વર્ષો દરમ્યાન અમીટ છાપ છોડી તેના અનુભવો વાગોળતા સહ કર્મચારી ઓ કાયમ પ્રસન્નતા ચિત્તે ગ્રાહકો અને સહ કર્મચારી ઓમાં મિલનસાર સ્વભાવ થી જગ્યા બનાવી જતા જી.પી કકડીયા ના વિદાયમાન સમારોહ માં ભાવનાત્મક દ્રશ્યો વચ્ચે ભવ્ય વિદાયમાન અપાયું હતું અમરેલી જિલ્લાભર માંથી અનેક ડેપ્યુટી ઇજનેરો સહિત ગારીયાધાર ઢસા ગઢડા સહિત અનેક ડિવિઝનો માંથી PGVCL કચેરી ના અધિકારી ઓ કર્મચારી ઓની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો હતો દામનગર ડેપ્યુટી ઈજનેર પટેલ સહિત સમગ્ર સ્ટાફ દ્વારા શ્રીફળ પડો અને વિવિધ ભેટ સોગાદ સ્મૃતિ ચિન્હ થી સેવા નિવૃત્તિ જી.પી કાકડીયા ને નવાજ્યા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા