મેંદરડા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભા નું આયોજન કરવામાં આવેલ
બહોળી સંખ્યામાં સદસ્યો ગ્રામજનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ સભામાં સરપંચ જે.ડી.ખાવડું, સદસ્ય પરસોતમ ઢેબરીયા બિપિન હડીયા, શ્રવણ ખેવલાણી તલાટી મંત્રી પરેશ જે.રાવલ સહીત ના ઓએ લોકો ના પડતર પ્રશ્ર્નો જેવા કે મેઈન રોડ ઉપર ની પેસકદમી દૂર કરવી ગ્રામ પંચાયત ની સ્ટ્રીટ લાઈટ માટે સોલર પેનલ ફિટ કરવી,સામે કાંઠે આવેલ પંચાયત હસ્તક ના બગીચા નું નવીનીકરણ કરવું તેમજ વિવિધ પ્રશ્ર્નો ને સાંભળી ને તેનો નિકાલ કરવા ની ખાત્રી આપી હતી
આ ગ્રામ સભામાં બહોળી સંખ્યા માં લોકો એ ભાગ લીધો હતો તેમજ આગામી તારીખ ૨૯/૩/૨૦૨૫ ના રોજ લેઉવા પટેલ સમાજ મેંદરડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન થનાર હોય છે બાબતે વિવિધ આયોજન અને ચર્ચાઓ કરવામાં આવેલ હતી આ તકે બહોળી સંખ્યામાં લોકો એ લાભ લેવા માટે ગ્રામ પંચાયત કચેરી ના સરપંચ અને મંત્રીએ જણાવ્યું હતું
રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા