Gujarat

જૂનાગઢ જિલ્લામાં વારંવાર ગુન્હાઓ આચરતો ધીરેન કારીયા ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.ડે. શેઠ ની સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધમાં ગુજ.સી.ટોક કાયદા હેઠળ દાખલ કરવામા આવેલ ગુન્હામાં વધુ એક આરોપીનો ઉમેરો કરી આરોપીને અટક ક૨તી જુનાગઢ પોલીસ

જૂનાગઢ જિલ્લામાં વારંવાર ગુન્હાઓ આચરતો ધીરેન કારીયા ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.ડે. શેઠ ની સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધમાં ગુજ.સી.ટોક કાયદા હેઠળ દાખલ કરવામા આવેલ ગુન્હામાં વધુ એક આરોપીનો ઉમેરો કરી આરોપીને અટક ક૨તી જુનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઇચા.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજીક ઇસમો દ્વારા કરાવામાં આવતી અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કડક હાથે કામ લેવાની સુચના અન્વયે લુખ્ખા, ટપોરી, શરીર સબંધી જેમાં ખુન, ખુનની કોશીષ, લુંટ, અપઠરણ, બળજબરીથી કઢાવી લેવાની કોશીષ તેમજ પ્રોઠીબીશન જેવા ગુન્હાઓમાં અવાર- નાવર સંડોવાયેલ ઠીટ લીસ્ટ ગુન્હેગારોની યાદિ તૈયાર કરાવી ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોની ગુન્હાહિત ઇતિહાસ તપાસી આવા ઇસમો વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના થઈ આવેલ હોય તેમજ ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ જૂનાગઢ જિલ્લાના પ્રોહી બુટલેગરો ઉપર ગુજ.સી.ટોક જેવા આક્રમક પગલા લેવા સુચના તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હોય. જે અન્વયે…..

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ટોપ- ૨૫ લીસ્ટ પૈકીનો અનુ નં.૧૯ નો લીસ્ટેડ બુટલેગ૨ ધીરેન ઉર્ફે ડી.ડે. ઉર્ફે ડી.કે.શેઠ અમૃતલાલ કારીયા રહે. રાયજીબાગ, નોબલ પ્લેટેનીયમ, બ્લોક નં.303, જૂનાગઢ જી. જૂનાગઢ વાળો પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને હરીયાણા, રાજસ્થાન, પંજાબ રાજ્યમાંથી ભા૨તીય બનાવટના વિદેશી દારૂની હેર-ફેર કરવા માટે ખોટા દ૨તાવેજો બનાવી આર્થિક સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવેલ છે. આ ટોળકીના મુખ્ય સુત્રધાર ધીરેન ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.કે.શેઠ અમૃતલાલ કારીયાએ મોટો આર્થિક નફો મેળવવા ગે.કા. રીતે બઠારના રાજયમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વિપુલ પ્રમાણમાં મંગાવી તેની હેરફેર કરવા માટે એક ગેંગ ઉભી કરેલાનું જણાઈ આવતા ધીરેન કારીયા સહીત ૮ આરોપી વિરુધ્ધ જૂનાગઢ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૪૨૫૦૨૦૧/૨૦૨૫ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ (G.C.T.O.C.) એક્ટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા(૧)(૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ તેમજ અગાઉ કુલ ૪ ઇસમોને અટક કરવામા આવેલ.

હાલ નાસતા ફરતા રહેલ આરોપી પૈકી મુખ્ય આરોપી ધીરેન અમૃતલાલ ડારીયાની તપાસ દરમ્યાન જાણાઈ આવેલ કે આર.કે. આંગડીયા પેઢીના સંચાલક દ્વારા સંગઠીત ટોળકીના મુખ્ય આરોપી- ધીરેન કારીયાના દારૂના ધંધાના નાણાકીય વ્યવહારો અંગે પોતાના મોબાઇલ ફોનમાાં CASHBOOK એપ્લીકેશનમા વ્યવહારોની નોંધ કરવામા આવેલ હોય જેમા તા.૦૧/૦૪/૨૦૨૫ થી તા.૨૫/૦૪/૨૦૨૫ સુધીના ધીરેન કારીયાના આથીક નાણાકીય વ્યવહારોની
લેતી-દેતીનુ કુલ ટ્રાન્જેક્શન રૂપીયા – ૯૨,૧૦,૧૫૦/- નુ થયેલ જે વ્યવહારો મુખ્ય આરોપી ધીરેન કારીયાના પુત્ર પરમ ધીરેન કારીયા દ્વારા એપ્રીલ-૨૦૨૫ મારામાં કુલ ૦૯ વખત નાણાકીય વ્યવહારો કરવામા આવતા હોવાનું CASHBOOK એપ્લીકેશનના રીપોર્ટમા તેમજ રૂપીયાની ઉપાડ તથા જમા કરાવવા આવતા હોવાનુ આંગળીયા પેઢીના CCTV ફુટેજમાં જોવામા આવેલ તેમજ ઉપરોકત ગેંગ વિરુધ્ધ ગુજ.સી. ટોકનો ગુન્હો દાખલ થયેલ હોવા છતા ગેંગે પોતાની ગુન્હાઈત પ્રવ્રુતી સતત શરુ રાખી જેમા ગેંગ લીડર ધીરેન કારીયા સાથે ટેલીગ્રામ ચેનલથી સંપર્કમાં રહી તમામ નાણાકીય વ્યવહારો પરમ ધીરેન કારીયા સંભાળતો હોય અને ગુજ.સી.ટોકનો ગુન્હો દાખલ થયેલ ગેંગને મદદગારી કરતો હોવાનું જણાઈ આવતા તેના વિરુધ્ધમા ઉપરોક્ત પુરાવા ધ્યાને લઇ જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ નાઓ તરફ નાયબ પોલીસ અધીક્ષક શ્રી હીતેષ ધાંધલ્યા સાહેબ જુનાગઢ વિભાગ, જુનાગઢ દ્રારા મંજુરી અર્થે મોકલતા આજરોજ મંજુરી આવતા ગુજ.સી.ટોકના ગુન્હામાં મદદગારી કરવા સબબ ધોરણસરની કાર્યવાહી કરી અટક કરવામા આવેલ.
ગુજસીટોક ધારા હેઠળ હસ્તગત કરેલ આરોપી ધીરેન કારીયા . રાયજીબાગ, નોબલ પ્લેટેનીયમ, બ્લોક નં.303, જૂનાગઢ

જિલ્લા પોલીસ જુનાગઢ
આજરોજ પરમ ધીરેન કારીયાને ગુજ.સી.ટોક કાયદા હેઠળ હસ્તગત કરવામા આવેલ તે સમયે તેમના પરીવારના સભ્યો એક ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર ગાડી લઈ આવતા જે ગાડીના રજી. નં.GJ-01-HU-8987 ની ચેક કરતા ઓરીજીનલ કલર સુપર વ્હાઈટ રજીસ્ટ્રેશનના કાગળોમા મળી આવેલ પરંતુ સદરહુ ગાડી કાળા કલરની હોય જે બાબતે ચલાવનાર ઇસમને પુછતા તેઓએ જણાવેલ ડે અમોએ ડલર કરાવેલ છે જેથી મજકુર ઇસમે સદરહુ ગાડી કોઈ પણ આર.ટી.ઓની મંજુરી લીધા વગર કરાવેલ હોય જેથી સદરહુ ગાડીને એમ.વી.એકટ.૨૦૭ મુજબ ડીટેઈન કરવામા આવેલ છે.

રિપોર્ટર મહેશ કથિરીયા

IMG-20250530-WA0050.jpg