Gujarat

ગુજરાતે એપ્રિલ ૨૦૨૫માં ૧૪,૯૭૦ કરોડનો વિક્રમી GST વસૂલ કર્યો

ગુજરાતે ઉદ્યોગો માટે અનુકૂળ નીતિ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ સાથે એપ્રિલ ૨૦૨૪ની સરખામણીએ ૧૩ ટકાના ગ્રોથ સાથે દમદાર પ્રદર્શન કર્યું

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કુશળ માર્ગદર્શન હેઠળ વિકાસના રોલ મોડલ તરીકે સમગ્ર વિશ્વમાં પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરનાર ગુજરાતે એકવાર ફરીથી આર્થિક મોરચે પોતાની તાકાત દર્શાવી છે. નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા છેલ્લા સત્તાવાર આંકડા મુજબ, એપ્રિલ ૨૦૨૫માં ગુજરાતની ય્જી્ વસૂલાત વાર્ષિક ધોરણે ૧૩ ટકાના ગ્રોથ સાથે ?૧૪,૯૭૦ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે. આ માત્ર રાજ્યની મજબૂત બની રહેલી આર્થિક પ્રવૃત્તિઓને જ દર્શાવતું નથી, પણ રાજ્ય સરકારની વ્યવસાયો માટેની અનુકૂળ નીતિઓ અને કાર્યક્રમોની સફળતાનું પ્રતિબિંબ પણ છે. આ આંકડા ભારતના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ માં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને પણ દર્શાવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘વિકસિત ગુજરાતજ્ર૨૦૪૭’ના રોડમૅપ દ્વારા સ્વતંત્રતાની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’માં ટોપ અચીવર બનવાથી લઇને સ્ટાર્ટઅપ રેંકિંગમાં બેસ્ટ પર્ફોર્મરનો ખિતાબ પ્રાપ્ત કરનાર ગુજરાત આજે વૈશ્વિક વ્યાપાર પરિદૃશ્યમાં એક ચમકતો તારો બનીને ઉભરી આવ્યું છે.

ગુજરાતે ?૧૪,૯૭૦ કરોડનું રેકોર્ડ GST કલેક્શન કર્યું

એપ્રિલ ૨૦૨૫માં ગુજરાતનું GST કલેક્શન ?૧૪,૯૭૦ કરોડ રહ્યું છે, જે એપ્રિલ ૨૦૨૪ના ?૧૩,૩૦૧ કરોડની સરખામણીએ ૧૩ ટકાનો વધારો દર્શાવે છે. ય્જી્ કલેક્શનના મામલે ગુજરાત મહારાષ્ટ્ર (?૪૧,૬૪૫ કરોડ) અને કર્ણાટક (?૧૭,૮૧૫ કરોડ) પછી દેશમાં ત્રીજા ક્રમે છે. જાેકે, GST કલેક્શનના ગ્રોથની દ્રષ્ટિએ જાેઇએ તો એપ્રિલ ૨૦૨૪માં મહારાષ્ટ્રનો ગ્રોથ ૧૩ ટકા હતો, જે એપ્રિલ ૨૦૨૫માં ઘટીને ૧૧ ટકા થયો છે. જ્યારે ગુજરાતે ૧૩ ટકાનો પોતાનો ગ્રોથ જાળવી રાખ્યો છે. એટલું જ નહીં, નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતે ય્જી્માંથી ?૭૩,૨૮૧ કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી, જે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ?૬૪,૧૩૩ કરોડની સરખામણીએ ૧૪ ટકાનો વધારો દર્શાવે છે.

GST કલેક્શનમાં ગુજરાત અનેક મોટા રાજ્યો કરતા આગળ

ગુજરાતે ?૧૪,૯૭૦ કરોડનું રેકોર્ડ GST કલેક્શન કરીને તમિલનાડુ (૧૩,૮૩૧ કરોડ), મધ્યપ્રદેશ (?૫,૩૦૨ કરોડ), પશ્ચિમ બંગાળ (૮,૧૮૮ કરોડ), રાજસ્થાન (૬,૨૨૮ કરોડ), ઉત્તરપ્રદેશ (૧૩,૬૦૦ કરોડ), પંજાબ (૩,૧૦૪ કરોડ), હરિયાણા (૧૪,૦૫૭ કરોડ) અને બિહાર (૨,૨૯૦ કરોડ) જેવા અનેક રાજ્યો કરતા આગળ રહ્યું છે.

નાના અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશમાં ૬૬ ટકા, નાગાલેન્ડમાં ૪૨ ટકા અને મેઘાલયમાં ૫૦ ટકાનો ગ્રોથ થયો છે, જ્યારે લક્ષદ્વીપે ૨૮૭ ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે ભારત સરકારે એપ્રિલ ૨૦૨૫માં ?૨,૩૬,૭૧૬ કરોડની રેકોર્ડ ય્જી્ આવક પ્રાપ્ત કરી છે, જે ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ ૧૨.૬ ટકા વધુ છે. આ રીતે ગુજરાતનો ય્જી્ વસૂલાતનો ગ્રોથ રાષ્ટ્રીય સરેરાશથી પણ વધુ છે.

ઔદ્યોગિક અનુકૂળ નીતિ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિઓનું યોગદાન

ય્જી્ કલેક્શન દેશની આર્થિક તંદુરસ્તીનું એક મહત્વપૂર્ણ ઇન્ડીકેટર બની ગયું છે, જે સરકારની આવકમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ગુજરાતે ઉદ્યોગો માટે અનુકૂળ નીતિ, ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં ઝડપી સુધારા અને અસરકારક કર વસૂલાત પ્રણાલી ઉપરાંત ઘરેલું વપરાશ અને ઉત્પાદનમાં તેજી જેવી મજબૂત આર્થિક પ્રવૃત્તિઓના આધારે GST આવકમાં નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ દર્શાવે છે કે ગુજરાત ‘વિકસિત ભારત‘ના નિર્માણમાં યોગદાન આપવા માટે દૃઢ પ્રતિબદ્ધતાથી આગળ વધી રહ્યું છે.

૨૦૧૭માં લાગુ થયો GST

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ભારતની કર પ્રણાલીને સરળ બનાવવા માટે ૧ જુલાઈ ૨૦૧૭થી માલ અને સેવા કર (GST) અમલમાં મુક્યો હતો. GST એ એક પરોક્ષ કર છે, જે ભારતમાં માલ અને સેવાઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર લાગુ થાય છે.