Gujarat

પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગટય સ્થાન ચાણસદ ખાતે ઉજવાયો ગુરુ પૂર્ણિમા ઉત્સવ, 75 પ્રકારના લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો

અનાદીકાળથી અનંત કાળ પર્યંત અવિરત વહેતી સનાતન સરિતાની પર્વ શૃંખલાઓ પૈકી આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. સનાતન માન્યતા અનુસાર ગુરુ એટલે આત્મા અને પરમાત્મા વચ્ચેનો સેતુ કે જે છે પ્રત્યેકને માટે મોક્ષનો હેતુ. આજના આ પવિત્ર પર્વે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની જ્યોતને સદૈવ પ્રજવલિત રાખનાર વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટય સ્થાન ચાણસદ ખાતે તેઓની BAPS સંસ્થાના પ્રમુખ વરણીના 75માં વર્ષે પૂજ્ય સંતોની રાહબરી હેઠળ પંચોતેર પ્રકારના વિવિધ લાડુઓનો ભવ્ય ભોગ ધરાવવામાં આવ્યો હતો 75 પ્રકારના લાડુનો ભોગ ચડાવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવમાંથી તેમજ અટલાદરા મંદિરથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આજે અહીં ચાણસદ ખાતે આ 75 પ્રકારના લાડુ ભોગ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ લાડુમાં ખાસ કરીને મોતીચૂર , ચૂરમાના, અડદ, ઓટ્સ, ગાજર, બદામ, દૂધી, બાજરી, રવો, ચણા બેસન, રાજગરો, ચોખા, જુવાર, બુંદી, બીટ, દાળિયા, કોપરા, મગ, મમરા, સ્ટ્રોબેરી, તલ, શીંગદાણા જેવા વિવિધ 75 પ્રકારના લાડુનો ભોગ ચડાવવામાં આવ્યો હતો.