Gujarat

હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુમ થયેલ કુલ મોબાઈલ નંગ-૧૪ કીમત રૂ.૧,૪૦,૦૦૦/- ના “CEIR PORTAL” દ્વારા શોધી અરજદારોને પરત અપાવતી હારીજ પોલીસ

તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુમ થયેલ મોબાઈલ પોલીસે અરજદારો ને સોંપ્યા.

પાટણ જિલ્લાના હારીજ ખાતે તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુમ થયેલ મોબાઈલ પોલીસે અરજદારો ને સોંપ્યા હતાં.હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુમ થયેલ કુલ મોબાઈલ નંગ-૧૪ કીમત રૂ.૧,૪૦,૦૦૦/- ના “CEIR PORTAL” દ્વારા શોધી અરજદારોને પરત અપાવતી હારીજ પોલીસ ની સ્થાનિક લોકોએ કામના ને બિરદાવી હતી.
જિલ્લા મે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ, ભુજ તથા મે.પોલીસ અધિક્ષક વી.કે.નાઈ, પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષક સા ડી.ડી ચોધરી રાધનપુર વિભાગનાઓએ પાટણ જીલ્લામા ચોરી/ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા તથા દાખલ થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અંગે આપેલ સુચના અનુસંધાને એન.એ.શાહ પોલીસ ઇન્સપેકટર હારીજ પોલીસ સ્ટેશનનાઓ તથા હારીજ પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા હારીજ પોસ્ટે વિસ્તારમા બનતા મોબાઈલ ગુમ/ચોરી લગત બનાવો બાબતે થયેલ અરજીઓનુ અત્રેના પોસ્ટેમા ટેકનીકલ એનાલીસીસ કરી અરજદારોના કુલ મોબાઇલ નંગ-૧૪ જૈની કીમત આશરે રૂ.૧,૪૦,૦૦૦/-ની રકમના મોબાઈલો “CEIR PORTAL શોધી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત હારીજ પોલીસ સ્ટેશનમા ગુમ/ચોરી થયેલ મોબાઈલ શોધી અરજદારોને પરત અપાવી સરાહનીય કામગીરી કરી અરજદારોનુ આર્થીક નુકશાન અટકાવી મદદરૂપ થયેલ છે.
રીકવરી કરેલ મુદામાલની વિગતઃ-
(૧) કુલ મોબાઈલ નંગ-૧૪ કી.રૂ.૧,૪૦,૦૦૦/-
ટેકનીકલ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓની વિગત:-
(૧) આ.પો.કો મોઘજીભાઇ રામસુંગભાઈ
(૨) વુ.પો.કો મીનાબેન ભગવાનભાઇ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓની વિગતઃ-
(૧) એન.એ.શાહ પો.ઈન્સ. હારીજ પોલીસ સ્ટેશન
(૨) અ.હેડ.કોન્સ વિજયભાઇ લગધીરભાઈ
(૩) અ.હેડ.કોન્સ. ખુમાણભાઈ હમીરભાઇ
(૪) અ.હેડ.કોન્સ અબ્દુલકૈયુમ મીરસાબખાન
(૫) આ.પો.કો ભગાજી સરતાનજી
(૬) આ.પો.કો મોઘજીભાઈ રામસુંગભાઇ
(૭) વુ.પો.કો મીનાબેન ભગવાનભાઇ
પાટણ  રાધનપુર  અનિલ રામાનુજ રાધનપુર