Gujarat

બોડેલીમાં સિંધી સમુદાય દ્વારા હર્ષોલ્લાસ ભેર ચેટીચંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી

સિંધી સમુદાયના આરાધ્ય દેવ ભગવાન ઝુલેલાલજીનો જન્મોત્સવ એટલે કે ચેટીચંદ પર્વ ત્યારે ચેટીચંદ પર્વના પવિત્ર દિવસે સમગ્ર સિંધી સમાજમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પણ  સિંધી પરિવારો દ્વારા ચેટીચંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, બોડેલી શહેરમાં વસતા સિંધી સમુદાયના લોકો આજે ભગવાન ઝુલેલાલના મંદિરમાં એકત્રિત થયા હતા. અને ભવ્ય હર્ષોલ્લાસ સાથે ચેટીચંદ પર્વની ઉજવણી કરી હતી. મંદિરમાં ખાસ પૂજા-અર્ચના કરવામાં આવી, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ભજન-કીર્તન અને ધૂન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ પ્રસંગે બોડેલીના પ્રતિષ્ઠિત વેપારી વિજયભાઈ સોની અને તેમનો પરિવાર પણ ભગવાન ઝુલેલાલના દર્શન કરવા પહોંચ્યા હતા. અને ભક્તિભાવપૂર્વક સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર સિંધી સમાજ માટે આ પર્વ એકતા, ભક્તિ અને સમાજસેવાના સંદેશ સાથે આવે છે. બોડેલીમાં પણ આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર