છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં સમાવિષ્ટ કલારાણી ગામે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કલારાણીમાં હાટ બજારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં વેપારી મિત્રો 53 થી પણ વધારે દુકાનો લગાવીને ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સારા અને ઓછા ભાવે વસ્તુ મળી રહે તે માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખરીદી કરતા જોવા મળ્યા હતા.
જેમાં 138 જેતપુરપાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા,જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્યો તેમજ વિસ્તારના સૌવ સરપંચો પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો મનહરભાઈ અને ગ્રામજનો ગામના યુવાન મિત્રો અને વડીલો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર