Gujarat

લખતર સ્ટેટ હાઈવે ઉપર રાત્રે હીટ એન્ડ રન, 1 યુવકનું મોત

લખતર વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે. આ હાઇવે પર તા.14 જૂનના રોજ ઓળક – છારદ વચ્ચે ટ્રક અને ડમ્પરનો અકસ્માત સર્જાયો હતો.

ત્યારે આ જ દિવસે રાત્રિના સમયે વરસાદ શરૂ હતો. તે દરમિયાન લખતર નજીક જ સ્ટેટ હાઇવે ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

મળતી વિગત અનુસાર, લખતર પરા વિસ્તારમાં રહેતા દિવાન પરિવારનો અંદાજે 18 વર્ષના માહિરશા ઘર માટે વસ્તુ લેવા બાઈક લઈને નીકળ્યો હતો.

આ સમયે હાઇવે ઉપર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

યુવાનને લખતર સરકારી દવાખાને લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.