રિવરફ્રન્ટ પર એક વર્ષ બાદ ફરી પ્રીમિયમ હેલિકોપ્ટર જોયરાઇડ 22 સપ્ટેમ્બરે નવરાત્રીના પ્રથમ દિવસથી શરૂ થશે. જોકે આ વખતે બમણા પૈસા ચૂકવવા પડશે. આ પહેલાં જોય રાઇડ માટે જીએસટી સાથે રૂ.2478 થતા હતા.
હવે 10 મિનિટ માટે રૂ.5900 ચૂકવવા પડશે, જે અમદાવાદ-મુંબઈના વન વે વિમાન ભાડા (રૂ.2500થી રૂ.3500) કરતાં ડબલ છે.અઠવાડિયામાં છ દિવસ જોય રાઇડ સર્વિસ ચાલુ રહેશે, જ્યારે દર બુધવારે અમદાવાદ એરપોર્ટ પર રનવે નોટમ હશે ત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અપાશે.
6 સીટર હેલિકોપ્ટર (Bell 206 L3) 5900 એક રાઇડના (5000 ફી + 900 GST) 10 મિનિટની એક રાઇડ 3 રૂટ સાયન્સ સિટી, કાંકરિયા, જેતલપુર 6 દિવસ શરૂ રહેશે
હેલિકોપ્ટર જોયરાઇડ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પરથી કયા રૂટ પર ચલાવવી તે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) દ્વારા નક્કી કરાશ. અગાઉનો રૂટ સાયન્સ સિટી, કાંકરિયા અને જેતલપુર તરફ મળ્યો હતો. એમને પણ જે રૂટ પર મંજૂરી મળશે તે રૂટ પર રાઇડ કરાવાશે.
ગુજસેલ સાથે વેસ્ટર્ન બર્ડ એવિયેશન કંપનીએ 11 મહિનાના એમઓયુ સાઇન કર્યા છે, જેમાં રિવરફ્રન્ટ ટર્મિનલ બિલ્ડિંગ અને હેલિપેડનો ઉપયોગ કરાશે. જોકે પ્રતિ રાઇડે ગુજસેલને યુઝર ડેવલપમેન્ટ ફી પેટે નક્કી કરેલો ચાર્જ ચૂકવાશે.