Gujarat

રાજકોટ પોલીસ ઉઘાડા માથે નહીં, ટૂ-વ્હિલર લઇને નીકળનારા તમામ પોલીસકર્મીને હેલ્મેટ ફરજિયાત,

રાજકોટ પોલીસ ઉઘાડા માથે નહીં, ટૂ-વ્હિલર લઇને નીકળનારા તમામ પોલીસકર્મીને હેલ્મેટ ફરજિયાત,

રાજકોટ શહેર તા.૯/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરવાસીઓ માટે હજુ એકાદ માસ તા.૮ સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત બનાવાશે. જો કે પહેલાં ઘરેથી જ શરૂઆતની માફક પોલીસ કર્મચારીઓ માટે આવતીકાલે રક્ષાબંધનથી જ પોલીસ ભાઈઓ-બહેનો માટે ટ્રાફિક શાખાના મહિલા DCP પૂજા યાદવે હેલ્મેટ ફરજિયાત કરી છે. રાજકોટ શહેર પોલીસ માટે હવે તા.૮-૮થી હેલ્મેટ ફરજિયાતના કરાયેલા ફરમાનમાં ૨૫૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ, ૬૫૦ જેટલા હોમગાર્ડ તથા ૭૫૦ જેટલા TRB સહિતનાનો સમાવેશ થશે. ટૂ-વ્હિલર લઈને નીકળનારા પોલીસ કર્મીઓએ કાલે શનિવારે ઉઘાડા માથે નીકળશે તો દંડાશે. અત્યાર સુધી તો ચાલ્યું પરંતુ પોલીસ કર્મીઓએ કાલથી હેલ્મેટ પહેરવી પડશે. કારણ કે હવે તો સાહેબનું ફરમાન થયું છે. હાલમાં પોલીસ કમિશનર કચેરી તેમજ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવાગમન કરતા પોલીસ સ્ટાફ માટે તો હેલ્મેટ ફરજિયાત હતી અને ન પહેરેલાઓને સ્થળ પર હાજર શુલ્ક વસુલી કે મેમો અપાયેલા છે. હવે દરેક પોલીસ મથકો, શાખાઓના કર્મચારીઓએ કાલથી ઉઘાડા માથે નીકળી નહીં શકે. તેઓએ પણ માથું ઢાંકવું હેલ્મેટ પહેરવું પડશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250809-WA0049.jpg