Gujarat

રાજકોટમાં “૮ સપ્ટેમબર ૨૦૨૫થી તમામ ટુ-વ્હીલર વાહન ચાલકો અને પાછળ બેઠેલા મુસાફરો માટે હેલ્મેટ ફરજીયાત”

રાજકોટમાં “૮ સપ્ટેમબર ૨૦૨૫થી તમામ ટુ-વ્હીલર વાહન ચાલકો અને પાછળ બેઠેલા મુસાફરો માટે હેલ્મેટ ફરજીયાત”

રાજકોટ શહેર તા.૨૫/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં ટુ-વ્હીલર વાહન ચલાવતા સમયે વાહન ચાલક દ્વારા હેલ્મેટ ન પહેરવાના કારણે જીવલેણ માર્ગ અકસ્માતના બનાવો બની રહેલ છે. સને-૨૦૨૫માં ટુ-વ્હીલર વાહન ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરવાના કારણે ૨૦ ફેટલ અકસ્માતમાં ૨૦ વ્યક્તિઓના મૃત્યુ અને ૯ ગંભીર અકસ્માતમાં ૧૦ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થયેલ છે. વાહન ચલાવતા સમયે લાયસન્સ, PUC કે અન્ય ડોક્યુમેન્ટ ન હોવાથી માત્ર ટ્રાફિકના નિયમો ભંગ થાય છે, પરંતુ ટુ-વ્હીલર વાહન ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરવાથી માણસોની અમૂલ્ય જીંદગી જોખમાય છે. “Let Your Helmet Feel The Pain, Not Your Head” “Wearing a Helmet Is Not a Burden, it’s a Life Saver” રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા નાઓ દ્વારા શહેરી વિસ્તારના તમામ નાગરીકોની માર્ગ સલામતી અંગેની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુચના આપેલ છે. આથી રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા શહેરની તમામ જાહેર જનતાને અપીલ કરવામા આવે છે કે, ટુ-વ્હીલર વાહન ચલાવતા સમયે બનતા જીવલેણ માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા સારૂ ૮ સપ્ટેમબર ૨૦૨૫થી રાજકોટ શહેરી વિસ્તારમાં તમામ ટુ-વ્હીલર વાહન ચાલકો અને પાછળ બેઠેલા મુસાફરો માટે વાહન ચલાવતા સમયે હેલ્મેટ ફરજીયાતપણે પહેરવાનું રહેશે. ૮ સપ્ટેમ્બર ૨૦૨૫થી રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા શહેરી વિસ્તારમાં કાયદાની જોગવાઇ અનુસાર હેલ્મેટની મેગા ડ્રાઇવનુ આયોજન કરવામાં આવનાર છે. “સુરક્ષા તમારી, જવાબદારી અમારી” “ચાલો આપણે સાથે મળીને આપણા રસ્તાઓ પર સલામતી અને જવાબદારીની સંસ્કૃતિનું નિર્માણ કરીએ”.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250725-WA0040.jpg