બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ કોમી એકતાની મિસાલ છે. આ ગામમાં આઝાદીથી આજ સુધી એકપણ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી.
ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો રહે છે.
ગામમાં દર પાંચ વર્ષે સરપંચની નિમણૂક સર્વસંમતિથી થાય છે. એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી થાય છે. બીજી ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક થાય છે.

ચાલુ વર્ષે ગામમાં મુસ્લિમ મહિલા સરપંચ તરીકે નિયુક્ત થયા છે. ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દુ મહિલાની વરણી થઈ છે. આ પરંપરા ગામમાં છેલ્લા 75 વર્ષથી અવિરત ચાલી રહી છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે આ ગામમાં કોમી એકતા જોવા મળે છે. બંને સમુદાયના લોકો એકબીજાના સુખ-દુःખમાં સાથે રહે છે.
ગઠામણ ગામની આ પરંપરા ગુજરાત અને દેશ માટે આદર્શ ઉદાહરણ બની છે.

