સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ વોર્ડ નંબર પાંચના નાગનાથ સોસાયટી ખાતે આવેલ જાહેર પ્લોટ પર નાગનાથ યુવા ગ્રુપ દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં.
હોલિકા દહન થતાં ઉચે ઉઠેલી આગની જવાળા ફરતે લોકો ખૂબ જ ભાવ સાથે દાળિયા, ખજૂર, ધાણી, નાળિયેર આગને અર્પણ કરતાં કરતાં કરતાં પ્રદક્ષિણા કરતાં જોવા મળેલ. નવવિવાહિત દંપતિઓ આ હોળીની ફરતે પ્રદક્ષિણા કરે છે.
તો પોતાના સંતાનોની પ્રથમ હોળી નિમિત્તે એ શિશુને સાથે લઈને પણ પ્રદક્ષિણા કરવામાં આવે છે. કહેવાય છે કે આ હોળીની આગની જ્વાળાઓ દ્વારા માનવ શરીરના અમુક રોગો નાશ પામે છે અથવા તો તેની તીવ્રતામાં ઘટાડો થાય છે. ખૂબ ઠંડી બાદ શરીરમાં રહેલા કફનું શમન થાય છે એવી લોકવાયકાઓ છે એટલે લોકો આ હોલિકા દહનના દર્શન કરવાનો લ્હાવો ચૂકતાં નથી.
બિપીન પાંધી સાવરકુંડલા

