વસો તાલુકા મથકે વસો કસ્બા ખિદમત ગ્રુપ દ્વારા ચોથો ઈનામ વિતરણ સમારોહ યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ લવાલના મહિપતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
નડિયાદના જાણીતા ડેન્ટલ સર્જન ડૉ. રમીઝ વ્હોરા અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.
સમારોહમાં ગાયનેક ડૉ. હન્ના વોહરા અને એમબીબીએસ ડૉ. અસ્મા વોહરાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.
બોર્ડ અને યુનિવર્સિટીમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ભેટ, સોગાદો, ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા.

મુખ્ય મહેમાન મહિપતસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવાની સલાહ આપી.
તેમણે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી માતા-પિતા અને સમાજનું નામ રોશન કરવા આહવાન કર્યું. તેમણે પોતાના સંકુલ દ્વારા જરૂર પડ્યે મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.
કાર્યક્રમમાં વસો મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

