ગાંધીનગરમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં દેશના 14 રાજ્યોના 120 શિક્ષકોને પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના બે શિક્ષકોનો સમાવેશ થયો હતો.
કપડવંજ તાલુકાની મહમદપુરા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ મિનેશભાઈ પ્રજાપતિ અને મહેમદાવાદ તાલુકાના BRC કો-ઓર્ડિનેટર દીપકભાઈ સુથારને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. બંને શિક્ષકો પર્યાવરણ જાળવણી માટે લોકજાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.

કાર્યક્રમમાં જાણીતા શિક્ષણવિદ ગજેન્દ્રભાઈ જોશી અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા સચિવ પુલકિતભાઈ જોશી, માધવ ચેરીટેબલ ટ્રસ્ટના કનુભાઈ પ્રજાપતિ, બ્લિસ એકવા વોટરપાર્કના માલિક મનુભાઈ મિસ્ત્રી અને રાજ્ય પર્યાવરણ સંયોજક સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

અર્લી બર્ડ આઈએએસ અને જ્ઞાન લાઈવ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બિહાર, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત 14 રાજ્યોના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

