I.C.T.C-મેંદરડા દ્વારા એન.આર. બોરીચા, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં રેડ રીબીન ક્લબ અંતર્ગત એચ.આઈ.વી.જાગૃતિ કાર્યક્રમ યોજાયો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગુજરાત રાજ્ય. જીસેક્સ તેમજ સરકારશ્રી ની સુચના અન્વયે શ્રી એન.આર. બોરીચા કોલેજ મેંદરડા ખાતે આઈ.સી.ટી.સી આર.એચ. એન્ડ સી.એચ.સી મેંદરડા અને જુનાગઢ ના કાઉન્સેલર આશિષભાઇ બદાણી, લેબ,ટેક સુરજભાઇ ચાપડીયા,ટીબી વિભાગ ના એસ .ટી એસ દીપકભાઈ બલદાણીયા,એન.સી.ડી વિભાગ ના કાઉન્સિલર વિજયભાઈ મારુ વગેરે દ્વારા સરકારી હોસ્પિટલ ના ઇન્ચાર્જ અધિક્ષક/ટી.એચ.ઓ પુજા બેન પ્રિયદર્શીની, ડીપીઓ,વ્યાસ, તેમજ દિશા ડાપકુ ટીમ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ રેડ રીબીન ક્લબ અંતર્ગત સરકારી હોસ્પિટલ મેંદરડાના આઈ.સી.ટી.સી. વિભાગ દ્વારા એચઆઈવી/એઇડ્સ અંગેની જાગૃતિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત શ્રી એન.આર. બોરીચા, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ મહેતા તથા કોલેજ સ્ટાફ દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર આપેલ હતો ત્યારે આ પ્રોગ્રામ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને એચઆઇવી એઇડ્સ, હિપેટાઇટિસ બી અને સી, ટીબી, જાતીય રોગ તથા બિનચેપી રોગો વિષે માહિતગાર કરવામાં આવ્યા જેમાં 80 જેટલા વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. જેમાં આચાર્ય શ્રી તેમજ વિધાર્થી દ્વારા પ્રશ્નોત્તરી કરી ચર્ચા કરવામાં આવી. તદ ઉપરાંત વિદ્યાર્થીઓની આરોગ્ય લક્ષી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી અને વિજેતા સ્પર્ધકોને શિલ્ડ તથા મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા