“મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો” નાની વાવડી ખાતે નારોલા ડાયમંડ ના સૌજન્ય થી વિશ્વ કક્ષા ની સુપા સ્વામી વિવેકાનંદ હોસ્પિટલ નો નેત્રયજ્ઞ યોજાયો ——– ગારીયાધાર ના નાનીવાવડી ગામે વાત્સલ્ય મૂર્તિ ફૂલીબા નથુભાઈ નારોલા પ્રાથમિક શાળા પરિસર માં નારોલા ડાયમંડ પરિવાર ના મોભી કનેયાલાલ અને ધીરૂભાઇ નારોલા પરિવાર દ્વારા વિશ્વ કક્ષા ની સ્વામી વિવેકાનંદ
આઈ ઇન્સ્યુટ્યુટ સુપા નવસારી ની સ્વામી વિવેકાનંદ આંખની હોસ્પીટલ ના માનવતાવાદી તબીબ ડો. ભાવિનભાઈ ખૂટ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ યોજાયો તારીખ ૧૭ /૮ /૨૫ ને રવિવાર ના રોજ વાત્સલ્ય મૂર્તિ ફૂલીબા નથુભાઈ નારોલા પ્રાથમિક શાળા સંકુલ માં સવાર ના ૯-૦૦ થી બપોર – ૩-૦૦ કલાક સુધી યોજાયેલ સેવાયજ્ઞ માં નાની વાવડી સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો ના દર્દી નારાયણો નો અવિરત પ્રવાહ આ સેવાયજ્ઞ માં પધારી લાભ મેળવ્યો હતો
નારોલા ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી અતિ અદ્યતન ટેક્નોસેવી નેટવર્ક ધરાવતી સ્વામી વિવેકાનંદ આંખની હોસ્પીટલ દ્વારા આયોજીત નાની વાવડી નું ગૌરવ ડોક્ટર ભાવીનભાઈ ખુટ ના માર્ગદર્શન હેઠળ વીના મુલ્યે આંખ ના બધાજ પ્રકારના નિદાન તેમજ રાહત દરે ચશ્મા વિતરણ અને મોતિયા ના દર્દી નારાયણો ને ફ્રી ઓપરેશન કરી આપનાર આ કેમ્પ માં નારોલા ડાયમંડ પરિવાર ના મોભી કનેયાલાલે સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે મૃત્યુ પછી જગત જોવું હોય તો ચક્ષુદાન કરો ની હદયસ્પર્શી અપીલ કરી હતી અંધત્વ નિવારણ નો એકજ ઉપાય ચક્ષુદાન છે ચક્ષુદાન સિવાય કોઈ અંધત્વ નો કોઈ વિકલ્પ નથી
ચક્ષુદાન અભિયાન ને વેગ મળે તેવા ઉમદા અભિગમે ચક્ષુદાન એ પણ મૃત્યુ પછી કરી શકાય છે તેવો સંદેશ નારોલા ડાયમંડ પરિવાર ના મોભી એ જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા