Gujarat

ભરૂચમાં કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા

૩૦/૧૦/૨૦૨૫

ભરૂચમાં કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા

ભરૂચ – ગુરુવાર – ભારતભરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, એટલે કે ૩૧મી ઓક્ટોબરના દિવસને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે, ભરૂચમાં કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાના સંકલ્પ સાથે ‘એકતા શપથ’ લેવામાં આવ્યા હતા.

વર્ષ ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપક્રમે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે નોંધનીય કામગીરી કરનારા, સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજોના સ્મરણ સાથે તેમને સ્મૃતિ વંદના કરવાનો છે. આ નિમિત્તે, તેમણે અખંડ ભારતનું નિર્માણ કરવા માટે કરેલા ભગીરથ પ્રયત્નોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય એકતાના શપથ લેવામાં આવે છે.

ભરૂચ જિલ્લામાં, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે અને નિવાસી અધિક કલેકટર શ્રી એન.આર. ધાધલના નિર્દેશ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા અને જિલ્લાની અન્ય સંલગ્ન તમામ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતાનું રક્ષણ કરવા, તેના જતન માટે સ્વને સમર્પિત કરવા તથા દેશવાસીઓને આ માટે જાગૃત કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ સમારોહનો ઉદ્દેશ સરકારી કચેરીઓના કર્મચારીઓમાં રાષ્ટ્ર ભાવના અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશના અનેક રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ફરજ નિભાવ્યા બાદ, વર્ષ-૧૯૪૭માં દેશ આઝાદ થયો. હૈદરાબાદ, જૂનાગઢ સહિતના ૫૬૨ જેટલા રજવાડાંઓને ભારતસંઘમાં જોડવામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલી અને ક્ષમતાઓ આજે પણ દરેક દેશવાસીને ગૌરવ અપાવે છે. તેમના આ અમૂલ્ય યોગદાનને સન્માન આપવા માટે જ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ મનાવવામાં આવે છે…. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ….

IMG-20251030-WA0081-3.jpg IMG-20251030-WA0082-2.jpg IMG-20251030-WA0084-1.jpg IMG-20251030-WA0083-0.jpg