પાટનગરમાં ચેઇન એકા એક સાપના દરમાંથી બહાર નિકળી જતા હોય છે. મોટા ભાગના બનાવમાં સ્નેચર દ્વારા ઇુંટ કરવા માટે ભીડ, લુંટ અને અંધારાનો સહારો લેવામાં આવ્યો છે. જ્યારે વહેલી સવારે મોર્નિંગમાં કે પછી રાતના સમયે ચાલવા નિકળતા લોકોને શિકાર બનાવ્યા છે. તે ઉપરાંત વૃદ્ધ મહિલાઓને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે ચારથી પાંચ બાબતોનુ ધ્યાન રાખવામાં આવે તો ચેઇન સ્નેચિંગના બનાવ અટકાવી શકાય છે.
30 ઓક્ટોબરના રોજ કૈલાસબેન બાબુભાઇ પારેખ (રહે, પેથાપુર, ગુરૂકૃપા એપાર્ટમેન્ટ) ગત 30 ઓક્ટોબરની રાતે તેમના ભાઇ પ્રવિણભાઇ અને તેમના ભાઇના મિત્ર સાથે રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીના દર્શને ગયા હતા. વરદાયિની માતાજીના મંદિર પરિસરમાં દર્શન કરવા ભાઇ સાથે લાઇનમાં ઉભા હતા. તે સમયે રાતના આશરે દોઢ વાગ્યાના અરસામાં તેમણે ગળામાં હાથ નાખતા ગળામાં પહેરેલો સોનાનો દોરો આશરે કિંમત 45 હજારનો ગાયબ જોવા મળ્યો હતો. આ બનાવમાં સ્નેચરે ભીડનો લાભ લીધો હતો.
બનાવ 1 અમદાવાદના સાબરમતીની યુવતી આઇટી એન્જિનિરીંગનો અભ્યાસ કરે છે. ત્યારે ગત 4 ઓગસ્ટના રોજ રાતના સમયે અંબાપુર પાસે કેનાલની સાઇડમાં કાર પાર્ક કરી બંને મિત્રો બેઠા હતા. તે સમયે એક યુવક તેના હાથમાં ટોર્ચ લઇને કાર પાસે આવ્યો હતો. જ્યારે યુવતીની નજીક આવીને તેના ગળામાં પહેરેલી સોનાની આશરે 25 હજારની કિંમતની ચેઇન ઉપર નજર નાખી સીધો જ ગળામાં હાથ નાખ્યો હતો અને ચેઇન તોડી કેબલ બ્રીજ તરફ દોડ્યો હતો. આ બનાવમાં અંધારાનો લાભ લીધો હતો.
બનાવ 2 ચાર દિવસ પહેલા 20 નવેમ્બરે સૌરભકુમાર અનિતકુમાર ઝા (રહે, સુઘડ) રાતના સમયે જમીને ઘરની બહાર નિકળ્યો હતો અને ચાલતો ચાલતો ફોન ઉપર તેની બહેન સાથે વાત કરતો હતો. તે સમયે યુવક અધિરથ સેલ્સ ગેલેરીની નવી બની રહેલી સાઇટ નજીક પહોંચતા એક કાળા કલરના બાઇક ઉપર બે લુંટારુ આવ્યા હતા અને તેને યુવકના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધો હતો.
બનાવ 3 ગાંધીનગરના દંતાલી ગામ ગામની સીમમાં આવેલી ગ્રીન વુડ ફેઝ 03 ખાતે રહેતા ભગવતીબેન શૈલેષભાઈ દેસાઈ ગત 13 ઓગસ્ટે દંતાલીથી તેમના ભાઇના ઘરે રાખડી બાંધવા બનાસકાંઠાના શિહોરીના બુકોલી ગામે જવા નીકળ્યા હતા. મહિલા અડાલજ ત્રિ-મંદિર સામે આવેલા અડાલજ મહેસાણા પીકઅપ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન બસ આવતા બેસી ગયા હતા અને બસમાં બેઠા બાદ ખબર બડી કે તેમના ગળામાંથી 80 હજારનો સોનાનો દોરો તોડી લેવાયો હતો.
બનાવ 4 60 વર્ષીય કૈલાશબેન કેદારપુરી ગૌસ્વામી (રહે, ડાભડી રોડ, મણુંદ, પાટણ) ગત 17 ઓગસ્ટના રોજ આંગણજમાં રહેતા તેમના ભાઇને રાખડી બાંધીને વતનમાં પરત આવતા અડાલજ ત્રિ-મંદિર પાસે બસની રાહ જોતા હતા. બસ આવતા તેમા બેઠા બાદ જાણ થઈ કે ગળામાં પહેરેલો સોનાનો દોરો 1.30 લાખનો ગળામાં જોવા મળ્યો ન હતો.
બનાવ 5 શોભનાબેન જગદીશભાઇ પટેલ (રહે, પ્રમુખનગર ફ્લેટ, મૂળ રહે, કુંડળ, કડી) ઘરકામ કરે છે. ગત 8 સપ્ટેમ્બરે સાંજના સમયે એક્ટિવા લઇને ફ્લોરમીલમાંથી લોટ લઇને એક્ટીવા ઉપર પરત ઘરે જઇ રહ્યા હતા, તે દરમિયાન એક અજાણ્યો યુવક રેઇનકોટ પહેરેલો તેનુ એક્ટિવા લઇને નજીક આવી મહિલાના ગળામાં હાથ નાખી સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયો હતો.

