Gujarat

કામરેજ-પલસાણામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કામગીરી હાથ ધરાઈ

સુરત જિલ્લાના કામરેજ અને પલસાણા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વિવિધ રોડ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ-સુરત દ્વારા કુલ ₹13.20 કરોડના ખર્ચે આશરે 21.60 કિલોમીટર લાંબા રસ્તાઓનું નિર્માણ કરાશે.

કામરેજ તાલુકામાં ₹10.93 કરોડના ખર્ચે 19.60 કિલોમીટર લંબાઈના રસ્તાઓ તૈયાર થશે. આનાથી વલથાણ, માંકણા, વલણ, પાલી, મીરાપુર, ખાનપુર, ડુંગર, ચીખલી અને નગોદ ગામના લોકોને અવરજવરમાં સરળતા રહેશે.

જ્યારે પલસાણા તાલુકામાં ઓલ્ડ બી.એ. પાસિંગ થ્રુ ચલથાણ-બલેશ્વર-પલસાણા રોડને રિસર્ફેસ કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. 2.0 કિલોમીટર લંબાઈ ધરાવતો આ રસ્તો ₹2.27 કરોડના ખર્ચે બનશે, જે પલસાણા, બલેશ્વર અને ચલથાણ ગામના લોકોને નેશનલ હાઈવે સુધી પહોંચવામાં મદદરૂપ થશે.