Gujarat

નેશમાં 10 દિવસ અગાઉ ધરાશાય થયેલા વૃક્ષ જૈસે થે હાલતમાં

ઠાસરા તાલુકાના નેશ ગામમાં વાવાઝોડાને લઈ એક વૃક્ષ ધરાશાયી થયું હોવા છતા 10 દિવસથી જે સે થે હાલતમાં જોવા મળે છે. તંત્રને રજુઆત કરવા છતા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી.

જોકે, આ માર્ગ ઉપર હનુમાનજી મંદિર અને બીજા ગામોને જોડતો મુખ્ય માર્ગ છે. ત્યારે આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

નેશ ગામમાં આવેલા પ્રખ્યાત હનુમાનજી મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે.

ત્યારે થોડા દિવસ પહેલા આવેલા વાવાઝોડામાં આ હનુમાનજી મંદિર પાસેના મુખ્ય માર્ગ ઉપર એક વૃક્ષ ધરાશાયી થયું હતું.

જોકે આ વૃક્ષ ધરાશાયી છતાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ મુખ્ય માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થયું હોવાને લઈ માર્ગ પરથી અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

છેલ્લા દસ દિવસથી વૃક્ષ ધરાશાયી થયું હોવા છતાં પણ તંત્ર હાલ પણ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે.

ત્યારે આ માર્ક આગળ જતા અનેક ગામોને જોડતો મુખ્ય માર્ગ છે. જેથી માર્ગ પર પડેલા વૃક્ષને તાત્કાલિક હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.