Gujarat

રાજકોટમાં આજથી ત્રણ દિવસ ગરમીનું યલો એલર્ટ, તાપમાન ૪૦ ડિગ્રી પાર જશે,

રાજકોટમાં આજથી ત્રણ દિવસ ગરમીનું યલો એલર્ટ, તાપમાન ૪૦ ડિગ્રી પાર જશે,

રાજકોટ શહેર તા.૧૦/૩/૨૦૨૫ ના રોજ હવામાન વિભાગે ૧૦ થી ૧૩ માર્ચ સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી હીટવેવની આગાહી કરી છે. રાજકોટમાં આજથી ૩ દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તાપમાન ૪૦ ડિગ્રી પાર જશે. આજની જ વાત કરીએ તો ૧૩ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કાંઠામાં પવનની ગતિમાં વધારો થતા ૧૩ માર્ચ સુધી લોકો ગરમી અને ઉકાળાટનો અનુભવ કરશે. અમદાવાદ, બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, વલસાડ અને સુરતમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વર્ષનો ઉનાળો અસહ્ય ગરમીવાળો અને તાપમાનવાળો રહેશે. ખાસ કરીને કચ્છમાં ભૂજ, ભચાઉ અને રાપરમાં, સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ અને અમરેલીમાં, ઉત્તર ગુજરાતના પાટણ, હિંમતનગર અને ઇડરમાં તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર અને નડિયાદમાં ૪૦ ડિગ્રીને પાર તાપમાન જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250310-WA0041.jpg