ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે.
જેમાં કેટલાક ઓપ્શનલ વિષયના પેપરમાં સમગ્ર બિલ્ડિંગમાં માત્ર એક વિદ્યાર્થી આપશે.ઇતિહાસના પેપર માટે સ્વામી વિદ્યાનંદજી, નવયુગમાં રાજ્ય શાસ્ત્રના પેપરમાં માત્ર એક વિદ્યાર્થી માટે પરીક્ષા લેવામાં આવશે. 5 કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ માટે 5થી વધુ સભ્યોનો સ્ટાફ પરીક્ષાની કામગીરી કરશે.
બોર્ડ પરીક્ષામાં ઇતિહાસ, ચિત્રકળા, સંગીત, અરેબિક વિષયની પરીક્ષા 5થી ઓછા વિદ્યાર્થીઓ આપશે. ગુરુકૂળ વિદ્યાલયમાં માત્ર 5 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ચિત્રકળાના પેપરમાં શ્રીનારાયણ વિદ્યાલયમાં 1 બ્લોકમાં એક વિદ્યાર્થી પરીક્ષા આપશે, જ્યારે સંગીતની પરીક્ષા માટે 2 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
માંજલપુરમાં આવેલા અંબે વિદ્યાલય અને સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં ચિત્રકળાની પરીક્ષામાં માત્ર 1-1 વિદ્યાર્થી જ નોંધાયા છે, સયાજીગંજ ઝોનમાં ધોરણ 12 સાયન્સમાં હિન્દી લેનાર માત્ર 1 વિદ્યાર્થી માટે એલેમ્બિક વિદ્યાલયના એક બ્લોકમાં પરીક્ષા લેવાશે. હિન્દી સેકન્ડ લેંગ્વેજ માટે 4 વિદ્યાર્થી પરીક્ષા આપશે.
જ્યારે સંત કબીર વિદ્યાલયમાં માત્ર 1 જ વિદ્યાર્થી સેકન્ડ લેંગ્વેજ હિન્દીની પરીક્ષા આપશે. ધોરણ 12ના તત્ત્વજ્ઞાનના પેપરમાં શ્રી ગાયત્રી વિદ્યાલયમાં 2, નવયુગ વિદ્યાલયમાં 3, શબરી વિદ્યાલયમાં 1 વિદ્યાર્થી માટે પરીક્ષા લેવાશે.