અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્વો તેમજ ગેરકાયદેસર વીજચોરી કરતા ઇસમો વિરૂધ્ધમાં કડક કાર્યવાહી કરતી અમરેલી તાલુકા પોલીસ ટીમ
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારી ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, લોકોમા સુરક્ષા અન સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસમાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક અને શિક્ષામત્મક કાર્યવાહી થાય.જે અન્વયે ૧૦૦ કલાકની અંદર ગુજરાત રાજયના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા અને આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવા સુચના આપવામા આવેલ હોય જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.પી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા અસામાજીક પ્રવૃતિ કરતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી પગલા લેવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લાના દરેક પોલસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગાર, શરીર સંબધી, મીલકત સંબધી, ગેરકાયદેસર માઇનીંગ તેમજ અન્ય વારંવાર ગુન્હાઓ કરતા કુલ-૧૧૩ ઇસમોની યાદી તૈયાર કરવમા આવેલ હોય અને આ ઇસમોના ગેરકાયદેસર બાંધકામ તથા જમીન ઉપર દબાણ તથા ગેરકાયદેસર વીજ જોડાણ તથા ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર તથા અગાઉના ગુન્હાઓમા મળેલ જામીન બાદ આચરેલ ગુન્હાઓ મળ્યેથી જામીન રદની કાર્યવાહી તથા ભાડુઆત અંગેના રજીસ્ટ્રેશન ન કરેલ તો કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર અંગે પગલા લેવા અમરેલી જીલ્લા પોલીસ ને સુચના આપવામાં આવેલ.
જે અન્વયે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અ સામાજીક પ્રવૃતિ કરતા ઇસમોના રહેણાંક મકાને અમરેલી તાલુકા પોલીસ તથા PGVCL ટીમના કર્મચારીઓને સાથે રાખી ગેરકાયદેસર વિજ જોડાણ અંગે તપાસ કરાવતા નીચે જણાવેલ ઇસમોના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વિજ જોડાણ મળતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવવામાં આવેલ છે.
*કાર્યવાહી કરવામાં આવેલ ઇસમની વિગત*-
(૧) ધવલભાઈ રમેશભાઇ બથવાર રહે.ચિતલ, તા.જિ.અમરેલી
(૨) સત્યજીત ઉર્ફે ભુરો પદુભાઇ સરવૈયા, રહે.ચિતલ, તા.જિ.અમરેલી
(૩) મંથનભાઈ રમેશભાઈ મેશીયા રહે.ચિતલ, તા.જિ.અમરેલી
(૪) ઘનશ્યામભાઇ જયંતીભાઇ દેસાઇ રહે.જસવંતગઢ,ચિતલ, તા.જિ.અમરેલી
(૫) વિપુલભાઇ મુળજીભાઈ સોલંકી રહે.ચિતલ, તા.જિ.અમરેલી
*આ કામગીરી અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના અને મર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર ઓ.કે.જાડેજા તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામા આવેલ છે.*
*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*




