શિશુવિહાર ના ઉપક્રમે સતત પંદરમાં વર્ષે શહેરની ૩૧૬ આંગણવાડી ને સાધન સહાય ૯૦૦ કુપોષિત બાળકો ની કાળજી લેતા અભિયાન નો પ્રારંભ — ભાવનગર સર્વ પિતૃ શ્રાદ્ધ પ્રસંગે શિશુવિહારના ઉપક્રમે સતત પંદરમાં વર્ષે ૨૨૦ બાળકોને ભોજન. શહેરની ૩૧૬ આંગણવાડી ને સાધન સહાય. તેમજ ઘટક એક અને બે ના ૧૨ તંદુરસ્ત બાળકો અને તેના વાલીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ચિલ્ડ્રન યુનિવર્સિટી ના કુલપતિ શ્રી તેમજ પદ્મશ્રી ડોક્ટર મુનીભાઈ મહેતાની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહ થી શહેરના ૯૦૦ અતિ કુપોષિત બાળકોના સ્વાસ્થ્યની કાળજી ના અભિયાનનો પ્રારંભ થયો છે. સમગ્ર કાર્યક્રમ સ્વાતંત્ર સેનાની બાળકેળવણી શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટની સ્મૃતિમાં નોંધનીય બની રહ્યું . પ્રતિ વર્ષ માફક આપ શ્રી એ આવા ઉમદા કાર્યમાં સહાય આપી છે તે માટે સંસ્થા આપનો આભાર માને છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા