ખેડા જિલ્લાની 273 ગ્રામ પંચાયત પૈકી 91 ગામ પંચાયતોમાં 22 જૂનના રોજ ચુંટણી યોજનાર છે. ત્યારે ગણતરીના કલાકો બાકી હોવાને લઇ ઉમેદવારો અને સમર્થકો દ્વારા મતદારોને રીઝવવા માટે ખાટલા બેઠકો કરાઈ રહી છે.
અમુક ઉમેદવારો મોડી રાત્રે એકલદોકલ મતદારો સાથે બેઠક કરી રહ્યા છે. આ સાથે ખાટલા બેઠકોમાં ચા નાસ્તા પાણી અને જમવાની વ્યવસ્થાઓ કરાઈ રહી છે. ત્યારે મહિલા ઉમેદવારો દ્વારા ભજનની રમઝટ બોલાવી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ સાથે એક મત દીઠ એક 250 ગ્રામના ચવાણાનું પેકેટ કેટલીક પંચાયતના ઉમેદવારો દ્વારા ઘેર ઘેર ફરીને આપવામાં આવી રહ્યું છે.
ખેડા જિલ્લાની 99 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 91 ગામોમાં 336 ઉમેદવારો અને 298 વોર્ડ બેઠકો માટે 558 ઉમેદવારોએ ઝપલાવ્યું છે.
હવે ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહેવાને લઈ ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. જેમાં સોશિયલ મીડિયા થકી પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે.
ગામડાઓમાં રાત્રિ દરમિયાન ખાટલા બેઠક તથા રાત્રી સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક વોર્ડમાં રાત પડતા ભજીયાની પાર્ટી અને સાથે મીટીંગો થતી જોવા મળી રહી છે.
તારા મોટા ગામડાઓમાં મતદાન અને રિઝવવા માટે બાઈક રેલી સહિત નું આયોજન કરવામાં આવી રહ્યું છે. એને ચલાણાના પેકેટનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઘરમાં જેટલા મતદારો હોય તે પ્રકારે 250 ગ્રામના ચવાણાના પેકેટો આપવામાં આવી રહ્યા છે. ક્યારેક કેટલાક ઉમેદવારો દ્વારા મતદાન સ્લીપ સાથે ઘરે ઘરે જઈ ચવાણાના પેકેટનું વિરાત્રી દરમિયાન ભજીયા અરાત્રી દરમિયાન ભજીયા અને ચાની મહેફિલ, ભજન મંડળીઓ બોલાવી મતદારોને રીઝવવાનો પ્રયાસને ચાની મહેફિલ, ભજન મંડળીઓ બોલાવી મતદારોને રીઝવવાનો પ્રયાસતરણ કરી રહ્યા છે.
જોકે, ગામ પંચાયતોની ચૂંટણીમાં પહેલી વખત સોશિયલ મીડિયા થકી ચૂંટણી પ્રચાર ધૂમ થઈ રહ્યો છે.
હાલમાં ગામે ગામ મોટાભાગના ઉમેદવારો દ્વારા મતદાન પોતાની તરફ કરવા માટે વિવિધ કામો કરવાની ખાતરી આપતી રીલ પણ બનાવી સોશિયલ મીડિયા પર ફરતી કરવામાં આવી છે.
જેને લઇ ગામના વોટ્સએપ ગ્રુપ હાલ સૌથી વધુ સક્રિય જોવા મળી રહ્યા છે. જે ગામમાં મહિલા ઉમેદવારો છે તે ગામોમાં ભજન મંડળ દ્વારા મતદારોને પોતાની તરફેણમાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
કતલની રાત . પૈસા તથા દારૂનું પણ વિતરણ કરવા ગોઠવણ
ખેડા જિલ્લામાં 91 ગ્રામ પંચાયતમાં 22 જૂનના રોજ ચૂંટણી યોજાઈ ત્યારે ઉમેદવારો દ્વારા ઘરે ઘરે જઈ મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગણતરીના કલાકો બાકી હોવાને લઇ કતલની રાતે ઉમેદવારો દ્વારા ગામના આગેવાનો સહિત મતદારોને રીઝવવા માટે મત દીઠ પૈસા તથા દારૂની બોટલનું વિતરણ કરવામાં આવે તેવી શકયતા છે.
નાસ્તા પાણીની મહેફીલ
ગ્રામ પંચાયતની ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા ગામડાઓમાં ડોર ટુ ડોર ફરીને મતદારો પાસેથી તેમના મત માગવામાં આવી રહ્યા છે મતદારોને જમવા માટે ઉમેદવારોના ઘરે તેમજ નજીકના વિસ્તારમાં ચૂંટણી ઓફિસ ખોલી વરસાદી પાણી ન પડે તે માટે તાડપત્રી અને પ્લાસ્ટિક વાળો મંડપ બાંધવામાં આવી રહ્યો છે આ મંડપમાં રાત્રે મતદારો માટે ચા પાણી અને ભજીયા સહિત નાસ્તાની વ્યવસ્થા ગોઠવી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રીલ બનાવીને પ્રચાર
ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આ વખતે સોશિયલ મીડિયાનો ધૂમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં ઉમેદવારો દ્વારા સોશિયલ મીડિયામાં 5 હજાર ઉપરનો ખર્ચો કરી રીલ બનાવી ગામના એક્ટિવ ગ્રુપમાં ફરતી કરવામાં આવી છે.
આવો અનોખો પ્રચાર કરી સરપંચ પદ માટે ઉમેદવારો દ્વારા વિવિધ કામોની ખાતરી આપવામાં આવી રહી છે. જેમાં ગામમાં પાણી, રસ્તા અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શાળાઓ વિશે સોશિયલ મીડિયામાં રીલ બનાવી ખાતરી આપવામાં આવી રહી છે.

