હાલોલ શહેર સહિત પંથકમાં બે માસ ઉપરાંતથી એમજીવીસીલ કંપનીના અણઘડ વહીવટને લઈ બનેલી લાઇટની જટિલ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠતા વીજ કંપની સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે.
છાસવારે વીજળી ડૂલ થતા વૃદ્ધો બાળકોની અસહ્ય ગરમી વચ્ચે કફોડી હાલત થઈ છે. ગત સાંજે પવન સાથે સામાન્ય વરસાદ શરૂ થતા જ મિનિટોમાં વીજળી ડૂલ થઈ હતી.
કલોકો સુધી લાઈટ ન આવતા લોકોએ વિજકપની કચેરી બાદ ડે એન્જિનીયરનો ફોન પર સંપર્ક કર્યો હતો.
જેમાં કચરીનો નંબર નો.રીપ્લાય સાથે ડે એન્જિનીયર નીતીશ વાળંદ એ પોતાનો મોબાઈલ 96876 63840ના તમામ ઇનકમિંગ કોલ બ્લોક કરી દેતા લોકોમાં વધુ આક્રોશ ફેલાતા વીજળીની સમસ્યાથી પરેશાન લોકો મોટી સખ્યામાં વીજ કચેરી પોહચ્યા હતા.
પડતી સમસ્યાને લઈ હલ્લાબોલ કર્યો હતો. જ્યાં વીજ કંપનીમાં સ્ટાફ ઓછો હોવાને લઈ સમસ્યા થતી હોવાનો લુલો બચાવ કર્યો હતો.
ખાસ શહેરમાં જટિલ બનેલી વીજળીની સમસ્યાને લઈ શહેરની સરકારી, ખાનગી હોસ્પિટલોમાં દાખલ પ્રસૂતાઓ સહીત દર્દીઓ કફોડી સ્થિતિ મુકાયા હતા.
જયારે અસહ્ય ગરમીને લઈ બાળકો વૃદ્ધોની પણ હાલત કફોડી થઈ હતી. તેમ છતાં વીજ કંપનીના અધિકારીઓ કર્મચારીઓ ફરજ સાથે માનવતા નેવી મૂકી પોતાના મોબાઇલ બંધ કરી દેતા મોડી રાત્રે લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં વીજ કચેરી પહોંચી હલ્લાબોલ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો હતો.