Gujarat

મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્વો તેમજ ગેર કાયદેસર વીજચોરી કરતા અસમાજીક તત્વો વિરુધ્ધમાં કડક કાર્યવાહી કરી વીજબીલની કિ.રુ.૩,૭૦,૮૩૭/-ની ભરપાઇ કરવા કાર્યવાહિ કરતી મરીન પીપાવાવ પોલીસ.

મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્વો તેમજ ગેર કાયદેસર વીજચોરી કરતા અસમાજીક તત્વો વિરુધ્ધમાં કડક કાર્યવાહી કરી વીજબીલની કિ.રુ.૩,૭૦,૮૩૭/-ની ભરપાઇ કરવા કાર્યવાહિ કરતી મરીન પીપાવાવ પોલીસ.

ભાવનગર રેન્જ આઈ.જી.પી.ગૌતમ પરમાર નાઓએ તેમજ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત તેમજ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ નાઓના સિધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબુત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતિ અનુભવાય તે માટે અસામાજીક ગુંડા તત્વો તેમજ પ્રોહિ જુગાર પ્રવૃત્તિ સાથે સંકાયેલ ઇસમો વિરુધ્ધ ૧૦૦ કલાકમાં કss શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હતી જે અનવ્યે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના ઇચા.પોલીસ ઇન્સ્પેકટર એ.આર.છોવાળા નાઓ તથા પોલીસ સ્ટાફ તથા રાજુલા PGVCLનો સ્ટાફ સહીત પીપાવાવ પો.સ્ટે. વિસ્તારના ગામડાઓમાં ગેર કાયદેસર વીજ કનેકશન તેમજ વીજચોરી કરાયેલ કુલ સાત ઇસમોના.વીજબીલ.કિ.રૂ.૩,૭૦,૮૩૭/-ની ભરપાઈ કરવા કાર્યવાહી કરવામાં આવેલ તેમજ ગેર કાયદેસર વીજ જોડાણ કરતા ઇસમોને પકડી પાડી કુલ વીજમીટર ચાર તથા કેબલ વાયર કબ્જે કરી ઇન્ડીયન ઇલેક્ટ્રીકસીટી એકટની કલમ-૧૩૫ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી PGVCL પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવા કાર્યવાહી કરવામાં આવેલ છે

*પકડાયેલ આરોપીઓ*:-

(૧) નનાભાઈ સાર્દુલભાઈ વાઘ રહે.રામપરા-૨ તા.રાજુલા જિ.અમરેલી

(૨) લાલાભાઈ જોધાભાઈ શિયાળ રહે.રામપરા-૨ તા.રાજુલા જિ.અમરેલી.

*ગેર કાયદેસર વીજ ચોરી કરતા ઇસમો:*-

(૧)નનાભાઈ બાઘાભાઈ વાઘ રહે.રામપરા-૨ તા.રાજુલા જિ.અમરેલી

(૨) ભગવાનભાઈ કાળુભાઈ વાઘ રહે.રામપરા-૨ તા.રાજુલા જિ.અમરેલી

(૩) સુમરાભાઈ અરજણભાઈ વાઘ રહે.રામપરા-૨ તા.રાજુલા જિ.અમરેલી

(૪) લખમણભાઈ મુળુભાઈ વાઘ રહે.રામપરા-૨ તા.રાજુલા જિ.અમરેલી

(૫) શીવાભાઈ હમીરભાઈ વાઘ રહે.ભેરાઈ તા.રાજુલા જિ.અમરેલી

*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એ.આર.છોવાળા તથા પીપાવાવ પોલીસ સ્ટાફ તેમજ એમ.એમ.પરમાર જુનીયર એન્જીનિયર PGVCL રાજુલા વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.*

*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20250320-WA0015.jpg