Gujarat

૧૦૦ કલાક માં અનિષ્ટો ની યાદી તૈયાર કરવાં હાકલા પડકાર વચ્ચે અનેક ગામડા માં આવા લુખ્ખા વધી રહ્યા

૧૦૦ કલાક માં અનિષ્ટો ની યાદી તૈયાર કરવાં હાકલા પડકાર વચ્ચે અનેક ગામડા માં આવા લુખ્ખા વધી રહ્યા —————————————- ગામડે રહેતા વડીલ ને માર મારનાર લુખ્ખા સામે સર્વત્ર ફિટકાર ————————————- ભાવનગર જિલ્લા ના વલ્લભીપુર ના કાળાતળાવ ગામમાં ગઈકાલે ગામના લગભગ ૭૪ વર્ષના વડીલ અરજણભાઇ દિયોરા પર ગામના જ લુખ્ખાઓએ હુમલો કર્યો તેના પ્રત્યાઘાત સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરત સુધી પડ્યા પોતા ના દાદાની ઉંમરના વડીલને બેફામ ગાળો આપીને ખૂબ માર માર્યો.અને સ્ત્રી શ્રમિકોની હાજરી બેફામ બીમ્ભસ ગાળો બોલતા આ નરાધમ ને સામાજિક દબાવ બાદ ધડપકડ કરી પણ સૌરાષ્ટ્ર ના અનેક ગામડા ઓમાં આવી રંજાડ સામાન્ય બની રહી છે
આ એ અરજણભાઇ છે જેમણે કાળાતળાવ ગામમાં ત્રણ દિવસની સરદાર કથાનું આયોજન કર્યું હતું. પુસ્તકો પ્રત્યે અનહદ પ્રેમ ધરાવતા આ કાંતિકારી વિચારો વાળા માણસે કથાની પૂર્ણાહુતિ પ્રસંગે આખા ગામને ધુમાડાબંધ જમાડ્યું હતું. એના હદયની વિશાળતાનો ખ્યાલ એના પરથી આવે કે ગામની સીમમાં વસતા કોઈ પરપ્રાંતીય મજૂર પણ પ્રસાદથી વંચિત ન રહી જાય એની ખેવના કરીને બધાને ભોજન કરાવ્યું હતું. આવા માણસ ઉપર હુમલો એ માણસાઈ પરનો હુમલો છે.
આ ઘટનામાં પોલીસ તટસ્થ તપાસ કરીને હુમલાખોરને યાદ રહે એવો પાઠ ભણાવે એવી અપેક્ષા રાખીએ પરંતુ આવું શા માટે બને છે એના પર વિચાર કરવો બહુ જરૂરી છે.
ભાવનગર અને અમરેલી પંથકના મોટા ભાગના ગામડાઓ હવે વૃદ્ધાશ્રમમાં ફેરવાઈ ચૂક્યા છે. ધંધા રોજગાર માટે યુવાનો ગામડાઓ મૂકીને શહેર તરફ વળ્યા છે જેના કારણે ગામડાઓ ખાલી છે. ગામડામાં રહેતા આ વૃદ્ધો લગભગ એકલા હોય છે. લુખ્ખા તત્વોનો ઇરાદો ગામડામાં એકલા રહેતા આવા વૃદ્ધોને હેરાન કરીને ધાક બેસાડવાનો હોય છે અને પછી પાછળથી એનો ગેરલાભ ઉઠાવવા હોય છે. શહેરમાં રહેતી નવી પેઢીને પૂછજો કે ગામડે એનું ખેતર ક્યાં આવેલું છે ? લગભગ ખબર નહિ હોય. આવી જમીનો પચાવી પાડવાના રીતસરના ષડયંત્રો ચાલે છે જે આપણે છાપામાં વાંચીએ પણ છીએ.જેમની પાસે જમીન કે બીજી કોઈ સારી એવી મિલકત હોય એવા પરિવારના યુવાન દીકરાઓ કે દીકરીઓને રીતસરના જાળમાં ફસાવીને એને ખંખેરવાની પ્રવૃત્તિઓ ચાલે છે. જો આંખ આડા કાન કરીને મૌન બેસી રહેશો તો તેના કલ્પનાતીત માઠા પરિણામો ભોગવવાની તૈયારી રાખજો.દુઃખની વાત તો એ છે કે લોકોના રક્ષણની જેની જવાબદારી છે એવા અધિકારીઓ ન્યાય અપાવવામાં નપુંસક સાબિત થાય છે. હું વ્યક્તિગત રીતે એવા કેટલાય પોલીસ અધિકારીઓને ઓળખું છું જેઓ નિષ્ઠાથી દિવસ રાત જોયા વગર કામ કરે છે પણ આવા અધિકારીઓ હવે લઘુમતીમાં છે એ પણ નરી વાસ્તવિકતા છે. સત્તા માટે વારે વારે પક્ષ પલટો કરતા નેતાઓ પાસેથી ન્યાયની અપેક્ષા રાખવી એ તો આકાશમાં ફૂલવાડી વાવવા જેવું છે.આજે જે અરજણભાઇ સાથે થયું એ તમારા દાદા કે દીકરા-દિકરી સાથે ન થાય એની કોઈ ગેરંટી નથી. કહેવાતા સત્તાધીશો તો લુખ્ખાઓના ભુક્કા કાઢી નાખશું એવા બણગા ફૂંકવા સિવાય કશું નહિ કરે. તમે જ ભુક્કા કાઢી નાંખો નહિતર તમારા ભુક્કા નીકળી જશે એ પાક્કું છે.સુરત સામાજિક પ્રેસર બાદ તંત્ર હરકત માં આવ્યું અનેક ગામડા ઓમાં આવા લુખ્ખા ઓની રંજાડ વધી રહી ત્યારે ખોટા હાકલા પડકાર કરતા રાજ્ય ના ગૃહ મંત્રી એ ૧૦૦ કલાક માં અનિષ્ટો ની યાદી તૈયાર કરવાનું કહ્યું તે યાદી નું શુ થયું ? રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250808-WA0083-0.jpg IMG-20250808-WA0084-1.jpg