યાત્રાધામ વીરપુરના ખેડૂત ધીરુભાઈ સોરઠીયાએ પોતાના દશ વિઘા જેટલા ખેતરમાં ડુંગળીના વાવેતર કરવા ગોંડલથી એક એગ્રોમાંથી ડુંગળીના 12 કિલો એફવન ડોન કંપનીના બિયારણ ખરીદી કરી હતી,પરંતુ ખેડૂતે ખરીદેલ ડુંગળીના બિયારણ વાવેતર કર્યા બાદ જે રીતે ડુંગળીની પાક થવો જોઈએ તે રીતે ન થતા ખેડૂતને ક્યાંક ખરીદેલ બિયારણ ડૂબલિકેટ હોવાના આક્ષેપ ખેડૂતે કર્યા હતા,ખેડૂત ના આક્ષેપ પ્રમાણે વાવેતર કર્યા બાદ હવે ડુંગળીનો પાક બી આવી જવાના કારણે 50 ટકા પણ પાક થાય તેમ નથી,સાથે ડુંગળીના પાકમાં ત્રણ ત્રણ વખત મોગરા આવી ગયા,ત્રણે વખત મોગરા તોડ્યા બાદ પણ મોગરા આવી રહ્યા જે ન આવવા જોઈએ,
સાથે જ મોગરા આવી જવાથી ડુંગળી નો પાક થાય નહિ તેવો આક્ષેપ કર્યો હતો,સાથે જ્યાંથી ખેડૂતે બિયારણ ખરીદ્યું હતું ત્યાં રજુઆત કરતા કંપનીના માણસો બહાર હોવાથી આવશે ત્યારે મોકલીશું તેવો જવાબ મળ્યો હતો,સાથે રજુઆત બાદ ફરીવાર રજુઆત કરતા એગ્રો વાળાને ખેડૂત તમારે થાય તે કરી લ્યો તેવો ધમકી ભર્યો જવાબ આપ્યો હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો,સાથે ખેડૂત ધીરુભાઈ સોરઠીયા એ એક કિલો ના 2750 રૂપિયા લેખે 12 કિલો બિયારણ ખરીદ્યું હતું,તેમાં તેવોને આ બિયારણ ડૂબલિકેટ હોવાનો આક્ષેપ કર્યો હતો,સાથે આવી રીતે કોઈ ખેડૂત છેતરાઈ નહિ તે જરૂરી છે,
ખેડૂતો મોંઘાભાવના બિયારણ લઈને પાકનું વાવેતર કરતા હોય છે,પરંતુ જ્યારે ખેડૂતો પાકનું વાવેતર કરે છે ત્યારે ખેડૂતોને ડૂબલિકેટ બિયારણ આવી જતા ખેડૂતોને છેતરાવવાનો વારો છે,ત્યારે ડૂબલિકેટ બિયારણોના વેચાણ કરતા એગ્રો અને બિયારણ કંપની ઉપર સરકારે કડક પગલાં ભરે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.