Gujarat

ઉનામાં આંગણવાડીના બાળકોના જીવ સાથે ચેડાં; દિવાલોમાં સેવાળ ઊગી નિકળી

ઉના તાલુકાની ભાચા ગામની ૩ નંબરની આંગણવાડી છેલ્લા એક વર્ષથી જર્જરીત હાલતમાં છે.આંગણવાડીમાં છત પરથી પોપડા ખર્યાછે.સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આંગણવાડી જર્જરિત હોવા છતાં બાળકોના જીવ સાથે ચેડા શા માટે કરવામાં આવી રહ્યા છે.આ આંગણવાડીમાં હાલ પાણી પણ ટપકી રહ્યું છે. અન્ય પોપડા પણ હજુ પડે તેવી પરિસ્થિતિમાં છે છતાં આ છત નીચે નાના ભૂલકાંઓ બેસી અભ્યાસ કરી રહ્યા છે.

પોપડા પાડવાની ઘટનાને લઈને વાલીઓ બાળકોને મોકલતા પણ અચકાય છે. ૨૦૧૧માં નિર્માણ પામેલ આ આંગણવાડીની દેખરેખ કે સાંભળ લેવાનું કદાચ તંત્ર ભૂલી ગયું છે. કારણકે આ આંગણવાડીની હાલત જાેઈ અંદાજાે લાગી શકે કે અગિયારેય રંગ રોગન કર્યું નહીં હોય. દીવાલોમાં શેવાળ ઊગી નીકળ્યો છે. હાલ તો આ ઘટનાને લઈને બાળકોના જીવના જાેખમે બેસી રહ્યા છે.

જ્યારે આ અંગે ઉના તાલુકા વિસ્તારમા CDPO ને પૂછવામાં આવ્યું ત્યારે આ અંગે તેઓ અજાણ હતા અને આંગણવાડી વર્કર ઉપર નોટિસ આપવાની વાત કરી પોતાનો લૂલો બચાવ કર્યો હતો. જ્યારે આ CDPO માત્ર ઓફિસમાં બેસી આંગણવાડીઓને ચલાવે છે. ક્યારેય આ આંગણવાડીઓની જાતે તપાસ કરી નથી. હાલ ઊનાની ૭૦ જેટલી આંગણવાડી જર્જરિત હોવાનો ખુલાસો ખુદ ઉના CDPOએ આપ્યો છે.