વડોદરા શહેરમાં મોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હતી. નશાખોર કારચાલકનું કારસ્તાન સામે આવ્યું છે જેમાં નશાની હાલતમાં રોડ પર ચલાવી ફૂલસ્પીડમાં કાર અને લોકોના જીવ જાેખમમાં મૂકી દીધા હતા, અલકાપુરી વિસ્તારમાં ફૂલ સ્પીડમાં ચલાવી કાર તો અન્ય રાહદારીઓએ કાર ચાલકનો પીછો કર્યો હતા અને પોલીસ કમિશનરના બંગલા બહાર કારચાલકને ઝડપી પાડયો હતો, કારચાલકને ઝડપી પોલીસને હવાલે કરાયો છે.
સ્થાનિકોને આ વાતની જાણ થતા તેને ઝડપ્યો હતો અને તે જે રીતે કાર ચલાવતો હતો તે રીતે જાેઈને સ્થાનિકો પણ સમજી ગયા હતા કે પાર્ટી મોજમાં છે, ત્યારે પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી, મહત્વનું છે કે, પોલીસ કમિશનરના બંગ્લા નજીક જ આ રીતે કાર ચલાવી હતી, અને કારને ડિવાઈડર સાથે અથડાવી હતી.
કાર ચાલકને રોકીને લોકોએ તેને અકોટા પોલીસ મથકના જવાનોને સોંપ્યો હતો. કાર ચાલકનું નામ કાળુભાઇ જાેધાભાઇ સાટીયા (રહે. સુરત) હોવાનું જાણવા મળી રહ્યું છે. તે અમદાવાદથી જ દારૂના ચાર પેગ મારીને નીકળ્યા હોવાનું વાયરલ વીડિયોમાં જણાવી રહ્યા છે. આરોપી સામે અકોટા પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.