કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામ ખાતે આવેલ દશનામ ગોસ્વામી સમાજ ના સમાધિ સ્થાન ના લાભાર્થે ગત સાંજે ભવ્ય સંતવાણી સહીત ના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં મહાદેવ ભગવાન ના સાનિધ્ય માં ભગવા ગ્રુપ ના સભ્યો તેમજ શાપર-વેરાવળ ગોસ્વામી મંડળ ના સભ્યો સહીત વેરાવળ ના સરપંચ રવિરાજસિંહ જાડેજા તેમજ શાપર જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેશભાઈ ટીલાળા સહીતનાઓ ના હસ્તે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત કરાયેલ હતું. તેમજ
સમાજ ને લગતા વિકાસ કામો બાબતે ની ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ સામુહિક મહા પ્રસાદ સહીત ના કાર્યક્રમ યોજાયા હતા. ભગવા ગ્રુપ ના સભ્યો અને વેરાવળ-શાપર દશનામ ગોસ્વામી મંડળ
ચંદ્રેશભારથી,મિત્તલગીરી ગોસ્વામી
ભરતમેધનાર્થી,વિનય ગિરી,બળવંત ગીરી શૈલેષગીરી, અજય અપારનાથી,અશ્વિનગિરી,ભરતગિરી ગોસ્વામી ધર્મેશગિરી અપારનાથી,લલિતપરી ગોસ્વામી,સંજયગિરી,વિન્નુગિરી, નવલગિરી.ભિખનગિરી સહીત ના એ ઉપસ્થિત રહીને ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ