Gujarat

વસેડીથી છોટાઉદેપુર જિલ્લા પંચાયત સુધીના નવીન રોડનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવી

છોટાઉદેપુર નગરમાં આવેલ વસેડીથી જિલ્લા પંચાયત સુધી રિસર્ફેસિંગ રોડ 2 કરોડ 61 લાખના ખર્ચે બનશે. જે કામગીરીનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે છોટાઉદેપુર જીલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત,શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિકાબેન જોશી, મમતાબેન પટેલ સહિત આગેવાનો નગરજનો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર