Gujarat

છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલ જડિયાના ગામે કડુલિયા ફળીયામાં મકાનમાં ચાલતી પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલ જડિયાના ગામે કડુલીયા ફળીયામાં પ્રાથમિક શાળા કેટલાક વર્ષોથી સમદુભાઈ ધાનકાના મકાનમાં ચાલતી હતી. બાળકોને અભ્યાસ કરવામાં પણ તકલીફ પડતી હતી. જેના સમગ્ર  ગુજરાતમાં સમાચાર ચાલ્યા હતા. અને તેના પડઘા રાજ્ય સરકાર સુધી પડ્યા હતા. અને આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સુધી વાત પહોંચતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવા એ પણ આ વાતને ધ્યાનમાં લીધી હતી. અને તાત્કાલિક રાજ્ય સરકારમાં શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે રાજ્ય સરકારે કડુલિયા ફળિયામાં પ્રાથમિક શાળા મંજૂર કરી છે.
જ્યારે આજે આ પ્રાથમિક શાળાનું ખાતમુહુર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અને શાળા મંજૂર થતાં બાળકો શિક્ષકો અને ગામ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને બાળકોને મકાનમાં અભ્યાસ કરવામાં પડતી તકલીફનો અંત આવ્યો છે. જેથી બાળકોમાં પણ ખુશી જોવા મળી હતી. શાળા મંજૂર થતા બાળકો શિક્ષકો અને લોકોએ સરકારનો આભાર પણ માન્યો હતો.
યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વિસ્તારના સદસ્ય રમેશભાઈ રાઠવા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, ઝેર જિલ્લા પંચાયત સદસ્ય ભુવનસિંહ રાઠવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા સહિત સરપંચો આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર