નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ પીપળાતા ગામમાં RCC અને ડામર રસ્તાઓના નિર્માણ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂપિયા 545.51 લાખનું રોકાણ કરવામાં આવ્યું છે.
નવ રસ્તાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમાં પીપળાતા-ગાંધીપુરા રોડ 54.54 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે.
પીપળાતા શાંભાપુરા પ્રા.શાળાથી સતનાપુરાનો રસ્તો 37.72 લાખમાં પૂર્ણ થયો છે. ખોડિયાર માતા મંદિર તરફના બે રસ્તાઓ માટે 75.40 લાખનો ખર્ચ થયો છે.

કંસારીપુરા પુલથી પીજ ચરા તરફનો રસ્તો 37.69 લાખમાં, કૃષ્ણપુરા રોડથી મેલાભાઈના ઘર તરફનો રસ્તો 37.73 લાખમાં, અને પટેલ સ્મશાનથી ધોરી પરબનો રસ્તો 37.72 લાખમાં પૂર્ણ થયા છે.
કંસારીપુરા એપ્રોચ રોડ 75.29 લાખમાં અને પીપળાતા ડુમરાલ રોડ 116.82 લાખના ખર્ચે નિર્માણ પામ્યા છે.

ત્રણ નવા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પીપળાતા બસ સ્ટેન્ડથી ગામ તરફનો RCC રસ્તો 35.512 લાખના ખર્ચે, કૃષ્ણપુરા રોડથી ધન તલાવડી વાયા વિજયભાઈના ઘર સુધીનો ડામર રોડ 19.492 લાખના ખર્ચે, અને કંસારીપુરા રોડથી મફતભાઈના ઘર તરફનો ડામર રોડ 18.586 લાખના ખર્ચે બનાવવામાં આવશે. કાર્યક્રમમાં પીપળાતા સરપંચ આશિષભાઈ, વલેટવા સરપંચ રાવજીભાઈ, તાલુકા પંચાયત સભ્ય ઈશ્વરભાઈ સહિત અનેક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા નડિયાદ વિધાનસભાના વલેટવા ગામે રૂપિયા 249.10 લાખના ખર્ચે RCC અને ડામરના રસ્તાઓના રિસરફેસિંગ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેમાં રૂપિયા 97.45 લાખના ખર્ચે વલેટવા સ્મશાનથી ઢેડિયા નાકા થી ચારૂસેટ દવાખાના સુધીનો રસ્તો, રૂપિયા 66.29 લાખના ખર્ચે ગોકળપુરા એપ્રોચ રોડ, રૂપિયા 34.11 લાખના ખર્ચે વલેટવા કાંતિભાઈના ઘરથી લંગડી નાકા પાડગોલને જોડતો રસ્તો, રૂપિયા 51.25 લાખના ખર્ચે વલેટવા ચાંગા રોડથી જોગણી માતા થઈ પાડગોલને જોડતો રસ્તાઓનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં વલેટવા સરપંચ રાવજીભાઈ, ડે.સરપંચ ઉર્મિલાબેન રમેશભાઈ, સભ્ય ગોરધનભાઈ, અગ્રણીઓ નટુભાઈ, પ્રતાપભાઇ, મનુભાઈ, કનુભાઈ, નટુભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





